ગુજરાતના જે રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયો, ત્યાં 9 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ગામમાં આજે એકસાથે 5 લોકોની અર્થી નીકળતા ગામ આખું માતમમાં ફેરવાયું છે. ગુજરાતના જે રોજીદ ગામમાં લઠ્ઠાકાંડ સર્જાયો, ત્યાં 9 લોકોના અત્યાર સુધી મોત થયા છે. ગામમાં આજે એકસાથે 5 લોકોની અર્થી નીકળતા રોજીદ ગામની સવાર રુદન સાથે થઈ ગઈ છે.

ધણી વગરના ઘર: કોઈએ પિતા, તો કોઈએ પુત્ર, તો કોઈએ પતિ તો કોઈ એ પોતાનો ભાઈ. હાલ 5 મૃતદેહોને એકસાથે અગ્નિદાહ અપાશે. ટ્રેક્ટરમાં એકસાથે 5 મૃતદેહોની અંતિમયાત્રા નીકળી હતી. જે દૃશ્યો જોઈને ગામ આખું હીબકે ચડ્યું છે. જાણે ગામમાં માતમ હોય એવો માહોલ છે.
તપાસના આદેશ: હજી પણ અન્ય મૃતદેહોને હોસ્પિટલમાંથી લાવવામાં આવ્યા બાદ તેમના અંતિમ સંસ્કાર કરાશે. જોકે, આ મામલે સરકારે તપાસના આદેશ આપ્યા છે.

