HomeGujaratહળવદના કીડી ગામે જમીન પચાવી પાડનાર રાજકોટના શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

હળવદના કીડી ગામે જમીન પચાવી પાડનાર રાજકોટના શખ્સ વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ

હળવદ તાલુકાના કીડી ગામના વૃદ્ધની જમીન રાજકોટના શખ્સે પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે. કીડી ગામના વતની અને હાલ મોરબી રહેતા વૃદ્ધે પોતાની જમીન રાજકોટના શખ્સને ઉઘડમાં વાવવા માટે આપી હતી જોકે રાજકોટના શખ્સે જમીન ઉઘડમાં વાવવા રાખ્યા બાદ વૃદ્ધને હાથ ઉછીના રૂપિયા આપી જમીન પચાવી પચાવી પાડી હતી અને જમીન પર આવશો તો જાનથી મારી નાખવાની ધમકી આપતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કીડી ગામની વતની અને હાલ મોરબીના લીલાપર રોડ આવેલ સનવર્ડ કારખાનામાં રહીને મજૂરી કામ કરતા નાનજીભાઈ મોહનભાઈ બજાણીયાની વડીલો પાર્જિત જમીન હળવદના કીડી ગામમાં આવેલી છે. આ કિંમતી જમીન નાનજીભાઈએ વર્ષ 2012 માં મારૂતિનગર, સરસ્વતી સ્કૂલની પાછળ, રાજકોટ ખાતે રહેતા જગદીશસિંહ બળવંતસિંહ જાડેજાને વર્ષે 5 હજાર રૂપિયામાં ઉધડ વાવવા માટે આપી હતી બાદમાં નાનજીભાઈને નાણાકીય જરૂરિયાત ઉભી થતા જગદિશસિંહ પાસેથી 10 હજાર હાથ ઉછીના લીધા હતા અને બાદમાં જગદિશસિંહે ઉધડના પૈસા ન આપતા વૃદ્ધે જમીન ખાલી કરવાનું કહ્યું હતું પરંતુ જગદિશસિંહે જમીન ખાલી નહીં થાય તેમ કહી હવે જમીન બાબતે આવશો તો હાથ પગ ભાંગી નાખીશ અને જાનથી મારી નાખવાની ધમકી આપતા નાનજીભાઈએ જીલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પગલા ભરવા અરજી કરી હતી જેથી લેન્ડ ગ્રેબિંગ કમિટી દ્વારા નાનજીભાઈની અરજી ગ્રાહ્ય રાખતા હળવદ પોલીસ મથકમાં જગદિશસિંહ સામે ગુન્હો નોંધાયો છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW