Kiaએ સેલ્ટોસ સાથે ભારતીય બજારમાં પ્રવેશ કર્યો હતો. કંપની હવે સેલ્ટોસનું ફેસલિફ્ટ વેરિઅન્ટ લોન્ચ કરવા જઈ રહી છે. કંપની આ વર્ષના અંત સુધીમાં સેલ્ટોસના ફેસલિફ્ટ વેરિઅન્ટને ઉતારવાનો પ્લાન કરી રહી છે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, જાન્યુઆરી 2023ના ઓટો એક્સપોમાં, કંપની નવી સેલ્ટોસને ભારતીય બજારમાં ઉતારી શકે છે. Kia Seltosનું ફેસલિફ્ટ વેરિઅન્ટ ઘણી નવી સુવિધાઓ સાથે આવી શકે છે.
મસ્ત લુક: નવી સેલ્ટોસના ફેસલિફ્ટ વેરિઅન્ટમાં અપડેટ વર્ટિકલ ફોગ લેમ્પની સાથે હેડલેમ્પ્સ મળશે. જૂની સેલ્ટોસની જેમ જ, નવીમાં પણ ફ્રન્ટ સ્કિડ પ્લેટ કંપની આપી શકે છે. બમ્પરને કંપની નવી ડિઝાઇન આપી શકે છે. જો કે, નવી સેલ્ટોસની સાઈડ પ્રોફાઈલ લગભગ જૂની જેવી જ દેખાશે.

નવા ફિચર્સ: LED ટેલ લાઇટ્સ, રિવાઇઝડ બમ્પર અને અપડેટેડ ટ્રીમ એલિમેંટ્સ મળશે. આ SUVની કેબિનમાં પણ કંપની કેટલાક ફેરફાર કરી શકે છે. તેમાં નવી ડિઝાઇનના ડેશબોર્ડ, અપડેટેડ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 360-ડિગ્રી કેમેરા જેવા શાનદાર ફીચર્સ મળશે.

