વડોદરાની યુવતી માયુષી ભગત અમેરિકાના ન્યુજર્સીમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીમાં માસ્ટર કરવા ગઈ હતી. જ્યાં તે ગુમ થઈ ગઈ હતી. પરિવારે માયુષીને શોધવાના ખૂબ પ્રયાસો કર્યા હતા, પણ સફળતા મળી નહોતી
માયુષી ગુમ: હવે 3 વર્ષ પછી અમેરિકાની તપાસ એજન્સી FBIએ મિસિંગ પર્સનના યાદીમાં માયુષી ભગતનું નામ જાહેર કરતાં પરિવારે માયુષીને વહેલીતકે શોધી આપવા અમેરિકા અને ભારત સરકાર પાસે આજીજી કરી છે. વડોદરાની માયુષી 29 એપ્રિલ 2019ના રોજ છેલ્લી વાર ન્યુજર્સી શહેરમાં જોવા મળી હતી. 28 વર્ષની માયુષીની તે પછી કોઈ ભાળ મળી નથી અને FBIએ તેની મિસિંગ અને કિડનેપ્ડ પર્સનની નવી યાદી જાહેર કરી છે. તેમાં વડોદરાની વિદ્યાર્થિની માયુષીનું પણ નામ છે. FBIએ પોતાની વેબસાઇટમાં ગુજરાતની માયુષીની માહિતી આપવાની સાથે એ અપીલ પણ કરી છે કે, જો માયુષી ભગત વિષે કોઈ સૂચના મળે તો FBIની લોકલ યુનિટને જાણકારી આપે.

પરિવાર જુવે છે રાહ: માયુષીના માતા પિતા સહિત આખો પરિવાર અમેરિકામાં જ સ્થાયી થયો છે.જેમને પોતાની દીકરીને શોધવા અનેક પ્રયાસો કર્યા પણ કોઈ સફળતા મળી રહી નથી. ત્યારે વડોદરાના પાણીગેટ વિસ્તારમાં રહેતા માયુષીના દાદી સરસ્વતી ભગત પણ માયુષીની રાહ જોઈને બેઠા છે. માયુષીના દાદી સરસ્વતીબેન ભગત કહે છે અમેરિકા ગયા પછી માયુષી બે વખત વડોદરા આવી હતી. મારી પૌત્રી ગુમ થયા બાદ અમને તેની ખુબ યાદ આવે છે.
3 મહિના માં કોઈ ભાળ નહિ: અમેરિકાના ન્યુજર્સીમાં રહેતી 24 વર્ષની માયૂષી ભગત 20 એપ્રિલથી પહેલી મેની વચ્ચે ગુમ થઈ હતી. માયૂષી વડોદરા ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં આગળનો અભ્યાસ કરવા માટે 2016માં અમેરિકા ગઈ હતી. માયૂષીએ પહેલા યૂનિવર્સિટી ઓફ ન્યૂ હેમ્પશાયરમાં એડમિશન લીધું હતું. બાદમાં તેણે ન્યૂયોર્કમાં આવેલી ન્યૂયોર્ક ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં એડમિશન ટ્રાન્સફર કરી દીધું હતું.

