મોરબીના ઔદ્યોગિકઝોન એવા મોરબી જેતપર રોડની જર્જરિત હાલતથી ઉધોગકારો ગ્રામજનો તેમજ ત્યાંથી પસાર થતા તમામ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે તાજેતરમાં ગ્રામજનોને ઉદ્યોગકારોએ રેલી પણ કરી હતી અંતે જિલ્લા વહીવટી તંત્રને રેલો આવ્યો અને તાત્કાલિક રોડનું રીપેરીંગ કામ હાથ ધર્યું હતું.
બીજી તરફ અગાઉથી મંજુર થયેલ ફોર ટ્રેક રોડના ટેન્ડર પ્રકિયા પણ હાથ ધરી દેવામાં આવી હતી આંજે મોરબી જેતપરના 27.5 કિમીના રોડનું તેમજ મોરબી હળવદને જોડતા 30 કિમીના રસ્તાનું ટેન્ડર ખુલ્યું હતું જેમાં મોરબી પીપળી રોડના 27.5 કિમી લાંબા અને 10 મીટર પહોળાઈ ના રોડનું ટેન્ડર એમ એસ ખુરાના એન્જીનીયરીંગ લીમીટેડને ટેન્ડર મળ્યુ છે. આ એજન્સી દ્વારા આ કામ માટે રૂ 1,41,79,76,600 જેટલો ભાવ નક્કી આ 27 કિમીનો ફોર ટ્રેક રોડ, જુના બ્રીજના રી કન્સ્ટ્રકશન નવા બ્રીજ તેમજ ડીવાઈડર સહિતના કામ કરવાના રહેશે આજ રીતે મોરબી અને હળવદ શહેરને જોડતા 30 કિમીના ફોર ટ્રેક રોડનું કામ પરફેક્ટ ઇન્ફ્રાકોપ નામની એજન્સીને મળ્યું છે.આ એજન્સીને રૂ 1,97,06,00,600માં કોન્ટ્રકટ આપવામાં આવ્યા છે આ 30 કિમી વિસ્તારમાં માઈનોર બ્રીજ, મેજર બ્રીજ, ડીવાઇડર, સહિતના કામ કરવાના રહેશે

બન્ને માર્ગનું કામ આગામી ઓગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં શરુ થઇ જશે અને બન્ને રોડના કામ 18 મહિનામાં પૂર્ણ કરવાના રહેશે તેમ માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર હિતેશભાઈ આદ્રોજાએ જણાવ્યું હતું

