HomeGujaratમોરબી:તંત્રનો આભાર જિલ્લામાં બેફામ ખનીજ માફિયા ફરિયાદ કરનાર યુવકના 6 શખ્સોએ હાથ...

મોરબી:તંત્રનો આભાર જિલ્લામાં બેફામ ખનીજ માફિયા ફરિયાદ કરનાર યુવકના 6 શખ્સોએ હાથ પગ ભાંગી નાખ્યા

મોરબી જિલ્લા વહીવટી તંત્ર ખાણ ખનીજ વિભાગ કે પોલીસ ખનીજ ચોરી પર કડક કાર્યવાહી કરતા હોવાના મસમોટા દાવા કરતું હોય પણ હકિકત તો એ છે ઠેરઠેર નદીના પટ્ટમાં,પથ્થરની ખાણ તેમજ ગૌચર જમીન પર આડેધડ ખનીજ ચોરી થઈ રહી છે. અઅઅ તત્વો હવે એટલી હદે બેફામ બની ગયા છે કે તેમને તંત્રની બીક તો નથી પણ કાયદો વ્યવસ્થાની જવાબદારી સાંભળતી પોલીસનો પણ દર નથી અને ખનીજ ચોરીની ફરિયાદ કરતા લોકોને પણ અંધાધુધ મારમારી પોતાની ધાક બેસાડવાના કૃત્ય કરી રહ્યા છે

બુધવારે આવા જ એક બેફામ બનેલ ખનીજ માફિયાએ જાંબુડિયા ગામના દલિત યુવાન કમલેશ અમરસીભાઈ ખરા પર જીવેલેણ હુમલો કરી તેના હાથ પગ ભાંગી નાખ્યા હતા ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો. બનાવની મળતી માહિતી મુજબ મોરબીના જાંબુડિયા ગામમાં રહેતા અને કોંન્ટ્રાક્ટર તરીક કામ કમલેશ ખરાએ જાંબુડીયા ગામની સીમમાં ઓલ્વિન કારખાના પાછળ આ કામના આરોપી હકાભાઇ હિરાભાઇ પાંચીયાના ભાઇ ભગાભાઇ તથા જયેશભાઇ ગોલતર નાઓ ખનીજચોરી કરતા હોય જેથી તેઓના વિરૂધ્ધમાં અરજી કરેલ હોય જેનો ખાર રાખી આ કામના આરોપીઓ રમેશભાઇ ગેલાભાઇ પાંચીયા, હકાભાઇ હીરાભાઇ પાંચીયા સંજયભાઇ હમીરભાઇ બાંભવા એકસંપ કરી પોતાના હાથમાં લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવકને ઢોરમાર મારી હાથે પગે ભાંગી નાખ્યા હતા.તેમજ આરોપીઓએ યુવકને અનુ.જાતિના હોવાનુ જાણવા છતા જાહેર જગ્યામાં લોકો જોઇ શકે તે રીતે જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે યુવકની ફરિયાદ નોંધી હતી બનાવ અંગે ડીવાયએસપી અતુલકુમાર બંસલે તપાસ હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW