Sunday, July 7, 2024
HomeGujaratઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત શહેરને એલર્ટ, કોઝ વે બંધ

ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા સુરત શહેરને એલર્ટ, કોઝ વે બંધ

ઉકાઈ ડૅમના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે ડૅમમાં પાણીની આવક થઇ છે. ઉકાઈ ડૅમમાંથી પાણી છોડાતાં તાપી નદીમાં પાણી આવ્યું હતું. સુરતમાંથી તાપી નદીનો ધસમસતો પ્રવાહ પસાર થતાં શહેરના લો લાઇન એરિયામાં પાણી ભરાઈ ન જાય એ માટે ગઈ કાલે સુરત ફાયર વિભાગ દ્વારા સલામતીના ભાગરૂપે ડીવૉટરિંગ પમ્પ મુકાયા હતા.

કોઝ વે બંધ: હથનુર ડૅમમાંથી પાણી છોડવામાં આવતાં ઉકાઈ ડૅમમાં પાણીની આવક વધતાં અને રૂલ લેવલને પાર કરતાં ડૅમના 13 દરવાજા ખોલીને 188792 ક્યુસૅક પાણી છોડવામાં આવ્યું હતું, જેના પગલે તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ તાલુકા સહિતના વિસ્તારોને સચેત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તાપી નદીનાં પાણી સુરત શહેરમાંથી બે કાંઠે વહેતાં થયાં હતાં. તાપી નદીમાં આવેલાં પાણીના પગલે રાંદેર વિસ્તારમાં આવેલો તાપી નદી પરનો કોઝવે બંધ કરાયો છે. જેની અસર ત્યાં રેહતા લોકોને થશે.

ગ્રામ્ય વિસ્તારમાં એલર્ટ: મહારાષ્ટ્રમાં આવેલા પ્રકાશ ડૅમમાંથી 1,49,375 ક્યુસૅક પાણી છોડવામાં આવતાં તાપી જિલ્લામાં નિઝર અને કુકરમુંડા તાલુકા સહિતના વિસ્તારમાંથી પસાર થતી તાપી નદી કિનારા પર આવેલાં ગામોને અલર્ટ કરાયાં હતાં

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,704FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW