મોરબી તાલુકા પોલીસે બગથળા ખાખરાળા રોડપરથી એક જીજે ૩ સી એ 3081 નંબરની ઈનોવા કારમાંથી એક શખ્સને 8 લીટર દેશી દારૂ સાથે પકડી લીધો હતો પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી
મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારના બગથળા ગામથી ખાખરાળા જવાના રસ્તેથી પોલીસે જીજે ૩ સી.એ 3081 નંબરની ઇનોંવા કારમાંથી તાલુકા પોલીસે રૂ 160ની કિમતની 8 લીટર દારૂ સાથે નરેન્દ્રસિંહ દિલુભા રાઠોડને ઝડપી લીધો હતો પોલીસે આરોપી નરેન્દ્રસિંહ પાસેથી રૂ 1 લાખની કિમતની કાર અને દારૂ સહીતનો મુદામાલ જપ્ત કર્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

