અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રકના ડ્રાઇવરે સાઇડ આપ્યા વગર બસની ઓવર ટેક કરીને અચાનક બ્રેક મારી હતી જેથી બે બસ અને ટ્રક એકબીજાને ધડાકાભેર અથડાતા બસના ડ્રાઇવરનું મોત થયું હતું અને કન્ડકટર તથા બે પેસેન્જરને ગંભીર ઇજાઓ થઈ હતી.
ગુનો નોંધાયો: આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બસના ડ્રાઇવર કલ્પેશભાઇ રમેશચન્દ્ર ઉપાધ્યાય (ઉ.વ.૫૦) બસ લઇને બારડોલી ડેપોથી મહુવા ગયા હતા ત્યાંથી સવારે ૯ વાગે બરોડા એક્ષપ્રેસ હાઇવે અમદાવાદ ટોલટેક્ષ પહેલા ગાંધીનગર તરફ જતા હતા. એ સમયે આ ઘટના બની.
મોટી ટક્કર: બસની પાછળ પૂર ઝડપે આવી રહેલા ટ્રકના ડ્રાઇવરે સાઇડ બતાવ્યા વગર બસની ઓવર ટેક કરીને બસ આગળ આવીને અચાનક શોર્ટ બ્રેક મારી હતી. જેના કારણે ટ્રકની પાછળ ફરિયાદીની બસ અથડાઇ હતી તેના પાછળ આવતી બીજી બસ પણ એકબીજાને અથડાતાં અકસ્માત થયો હતો.

