HomeGujarat1.48 કરોડની લૂંટમાં બિલ્કિશ મોટાણીની ધરપકડ, ફરારની તપાસ ચાલુ

1.48 કરોડની લૂંટમાં બિલ્કિશ મોટાણીની ધરપકડ, ફરારની તપાસ ચાલુ

ઘરેણાં લેવા TBZના કર્મચારીઓને ઘરે બોલાવ્યા હતા અને સોના – રિયલ ડાયમંડના દાગીનાનું બોક્સ ઝુંટવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. લૂંટનો ગુનો નોંધી પોલીસે નામચીન બિલ્કિશ યાકુબ મોટાણીની ધરપકડ કરી તમામ મુદ્દામાલની રિકવરી કરી છે. જોકે બિલ્કિશનો પુત્ર અને હનીફ સોઢા ફરાર થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે .

ધરપકડ: રાજકોટના જામનગર રોડ પર આવેલી મોમીન સોસાયટીમાં સ્મસ સ્કુલ વાળી શેરીમાં આરોપી બિલ્કિશનું ઘર આવેલું છે. આરોપીએ ટીબીઝેડ શો – રૂમ ખાતેથી દાગીના ખરીદ કરવા માટે મંગાવ્યા હતા જેથી ટીબીઝેડના કર્મચારી જે સોના – ડાયમંડના દાગીના મળી આશરે દોઢ કરોડની મતા એક બોકસમાં લઇ આરોપીના ઘરે આવેલ, જ્યાં બિલ્કિશના પુત્ર અને હનીફ સોઢાએ કર્મચારીને પકડી રાખ્યો હતો અને બિલ્કિશ મતા ભરેલું બોક્સ લઈ ક્રેટા કારમાં ફરાર થઇ ગઇ હતી.

આ તરફ અન્ય બે આરોપીઓએ પણ શો રૂમના કર્મચારીઓને ઘરમાંથી બહાર કાઢી ઘરેને તાળું મારી તે બન્ને પણ ફરાર થઇ ગયા હતા. આ તરફ પોલીસને જાણ થતાં તુરંત ગાંધીગ્રામ પોલીસના પીઆઈ જી. એમ. હડિયા, પીએસઆઈ જે.જી. રાણા, એલસીબી ઝોન – 2ની ટીમના એ. એલ. બારસિયા, એચ. વી. સોમૈયા વગેરેએ બિલ્કિશ મોટાણીને દાગીના સાથે દબોચી લીધી.

ગુનાહિત ઇતિહાસ: બિલ્કિશ હત્યાના ગુનામાં પણ સંડોવાયેલી છે . ઉપરાંત દારૂ, મારા મારી, ધમકી સહિતની કલમો હેઠળ પણ અગાઉ પકડાઈ ચુકી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW