HomeGujaratCentral Gujaratમંકીપોક્સના કેસોને લઈને ગુજરાત સરકાર બની સતર્ક, આરોગ્ય વિભાગને આપી આ સુચના

મંકીપોક્સના કેસોને લઈને ગુજરાત સરકાર બની સતર્ક, આરોગ્ય વિભાગને આપી આ સુચના

મંકીપોક્સના કેસોને લઈને ગુજરાત સરકાર સતર્ક બની છે. મંકીપોક્સના કેસને પગલે આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે. જેમાં જાહેર સ્થળો ઉપર સર્વેલન્સ કરાશે. તેમજ જો શંકાસ્પદ કેસો દેખાય તો તેને આઈસોલેશનમાં મુકાશે.

મંકીપોક્સનો ભારતમાં પ્રવેશ થતા જ ભારત સરકારે નિર્દેશના પગલા આરોગ્ય વિભાગે કામગીરી શરૂ કરી છે. જેમાં એરપોર્ટ સહિતના જાહેરસ્થળો ઉપર સર્વેલન્સ હાથ ધરવામાં આવશે. તેમજ શંકાસ્પદ કેસો દેખાય તો તુરંત તેને આઈસોલેશનમાં મુકવામાં આવશે. આ ઉપરાંત બેડ અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ આ પહેલા પણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું છે કે ઘણા દેશોમાં મંકીપોક્સના કેસો જોવા મળ્યાં છે.

ડબલ્યુએચઓએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, 26મી મે સુધીમાં મંકીપોક્સના 257 કેસોની સત્તાવાર પુષ્ટી થઈ છે અને 120 શંકાસ્પદ કેસો 23 સભ્ય રાજ્યોમાંથી નોંધાયા છે. તેમાં આ વાયરસ માટે સ્થાનિક નથી. તેમજ આવનારા દિવસોમાં મંકીપોક્સના કેસોમાં વધારો થવાની સંભાવના છે. મંકીપોક્સ ચેપી રોગ છે. જે સામાન્ય રીતે હળવો હોય છે. પશ્વિમ અને મધ્ય આફ્રિકાના ભાગોમાં સ્થાનિક લેવલે આ રોગ જોવા મળ્યો છએ.

અનેક દેશોમાં મંકીપોક્સના કેસો સામે આવ્યા બાદ ભારત સરકાર પણ સતર્ક બની ગઈ છે. તમિલનાડુ સરકારે આફ્રિકન દેશો સહિત વિવિધ દેશોના લોકોને અપીલ કરી છે કે, તેઓ મંકીપોક્સ જેવા લક્ષણોનો અનુભવ કરે તો સ્થાનિક આરોગ્ય અધિકારીને જાણ કરે. આરોગ્ય વિભાગના સચિવ જે. રાધાકૃષ્ણને કહ્યું કે, અમને કેન્દ્ર સરકાર તરફથી મંકીપોક્સ રોગ અંગે વચગાળાની માર્ગદર્શિકા મળી છે. જેમાં કહેવાયું છે કે, આફ્રિકન દેશો, યુરોપ, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને અમેરિકાથી આવતા લોકોમાં એરપોર્ટ ઉપર આ રોગના લક્ષણો જોવા મળે છે. લક્ષણો આવ્યાના 21 દિવસની અંદર તેઓએ આરોગ્ય અધિકારીને જાણ કરવાની રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW