HomeGujaratમોરબી જિલ્લાના 140 વેક્સીન કેન્દ્ર પર નિ:શુલ્ક કોરોના ની રસીનો બુસ્ટર ડોઝ...

મોરબી જિલ્લાના 140 વેક્સીન કેન્દ્ર પર નિ:શુલ્ક કોરોના ની રસીનો બુસ્ટર ડોઝ આપવાનું શરુ

કોરોના મહામારીને કાબુમાં લેવા સાવચેતી અને સલામતીની સાથે સૌથી કારગત હથીયાર વેક્સીન છે. અને સરકાર દ્વારા સમયાન્તરે અભિયાન ચલાવી દેશની મોટા ભાગની વસ્તીને વેક્સીન આપવાનું આયોજન કરાયું હતું વેકસીનની કિમત ખુબ ઉચી હોવાથી લોકોને વેક્સીન લેવી પોષાઈ તેમ ન હોવાથી સરકાર દ્વારા પ્રથમ અને બીજો ડોઝ પોતાના ખર્ચે આપવાનું આયોજન કરાયું હતું મોરબી જીલ્લાની વાત કરીએ તો મોરબી જીલ્લામાં પ્રથમ અને બીજા વેક્સીનના નિશુલ્ક ડોઝ અપાયા બાદ આજથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત નિ:શુલ્ક બુસ્ટર ડોઝ આપવાની શરુ કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં આજથી 140 વેક્સીન કેન્દ્ર પર વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે મોરબીમાં 8.73 લાખ જેટલા લોકોએ પ્રથમ ડોઝ લીધા હતા તો 8.98 લાખ લોકોએ બીજો ડોઝ લીધો હતો હવે રાજ્ય સરકાર દ્વારા નિશુલ્ક બુસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે મોરબી જીલ્લામાં 15 જુલાઈની સ્થિતિએ અંદાજીત 5 લાખ લોકોબુસ્ટર ડોઝને પાત્ર છે મોરબી જિલ્લાના વેક્સીન પ્રોગ્રામ ઓફિસર ડો રાહુલ કોટડીયાના જણાવ્યા મુજબ જીલ્લામાં આગામી 70 દિવસ સુધી તમામ પીએચસી સીએચસી અર્બન હેલ્થ સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલમાં વેક્સીન આપવાનું આયોજન છે અને દરરોજ 5000 ડોઝ આપવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW