HomeGujaratતારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને મંજૂરી, અંબાજી જવું આસન થઈ જશે

તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને મંજૂરી, અંબાજી જવું આસન થઈ જશે

તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને કેન્દ્ર એ આપેલી મંજૂરી માટે સમગ્ર ગુજરાતની જનતા વતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આભાર માન્યો છે.

મોટો ફાયદો: મહેસાણાની તારંગા ટેકરી પર સ્થિત પ્રસિદ્ધ અજીતનાથ જૈન તીર્થસ્થળ, સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અને આબુ રોડ જતા તીર્થયાત્રીઓ કે પ્રવાસીઓને આ રેલવે પરિયોજનાથી સીધો ફાયદો થશે તેમ તેમણે જણાવ્યું હતું.

નવી રેલ યોજના: 116.65 કિ.મી. લાંબી રેલવે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. એટલું જ નહિ, નવી રેલ પરિયોજના તૈયાર થતાં અમદાવાદ આબુરોડ રેલવે લાઈનનો વૈકલ્પિક રેલવે રૂટ મળશે.અંદાજે રૂ.2798.16 કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલવે પરિયોજના 2026 સુધીમાં પૂર્ણ કરાશે.

સરળતા: રેલ પરિયોજના પૂર્ણ થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW