HomeNationalમોંઘવારી ઘટવાના એંધાણ, ક્રૂડના ભાવ ઓછા થયા

મોંઘવારી ઘટવાના એંધાણ, ક્રૂડના ભાવ ઓછા થયા

મોંઘવારી ઘટવાની આશા દેખાઈ રહી છે. ક્રૂડનો ભાવ તળીયે જઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર આમ આદમી તેમજ રિઝર્વ બેન્કને રાહત મળશે. ચાલુ વર્ષના અંતે ક્રૂડનો ભાવ 65 ડોલર પ્રતિ બેરલ થઈ જશે.

શું કહે છે નિષ્ણાત: અર્થતંત્રના નિષ્ણાંતોએ એમ કહ્યું છે કે પાછલા ચાર મહિનામાં 30 ડોલર જેટલો ઘટાડો થઈ ગયો છે. તેમાં ઘટાડાની સીધી હકારાત્મક અસર બજારોમાં અનેક ચીજ-વસ્તુઓના ભાવમાં રહેશે. કેન્દ્ર સરકાર તેમજ આમ આદમી અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને રાહત મળશે અને મોંઘવારીમાં ઘટાડો થશે તેવી પુરેપુરી આશા છે.

અનુમાન: નિષ્ણાંતોએ એવું અનુમાન કર્યું છે કે ચાલુ વર્ષના અંત સુધીમાં તેનો ભાવ 65 ડોલર પ્રતિ બેરલ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે અને મોંઘવારીમાં મોટી રાહત મળવાની આશા પેદા થઈ છે કારણકે પેટ્રોલ અને ડીઝલ પરથી ભાવ ઘટવાની શરૂઆત થશે અને પરિવહન ખર્ચમાં ઘટાડો થશે માટે અનેક ચીજવસ્તુઓ પરથી ભાવ ઘટી શકે છે અને મોંઘવારીમાં લોકોને રાહત મળી શકે છે.

વિશ્વની ટોચની લેવલની નાણાકીય સંસ્થાઓ દ્વારા આ પ્રકારનો અનુમાન કરવામાં આવ્યું છે અને ક્રૂડના ભાવમાં ઘટાડાનો દોર ચાલુ જ રહેશે તેમ માનવામાં આવે છે અને તેની સીધી અસર બજારો પર અને વસ્તુઓના ભાવ પર પડશે અને હકારાત્મક વલણ સાથે મોંઘવારીમાં રાહત મળવા ની પૂરેપૂરી શક્યતા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW