સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ત્યારે હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘાનું આગમન થઇ ગયું છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઇ છે. ત્યારે હળવદ શહેરમાં અનેક જગ્યાએ પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલતા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. હળવદ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, કોર્ટ તેમજ માર્કેટિંગ યાર્ડ જવાના રસ્તા પર ઢીંચણ સુધી પાણી ભરાઇ ગયા છે. જેથી અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
હળવદમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. હળવદ પંથકમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઇ છે. તો અનેક જગ્યાએ પુલ પરથી પાણી વહી નીકળતા લોકોને મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે હળવદ શહેરમાં પણ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયા છે. જેથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. તો હળવદ પોલીસ સ્ટેશન, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, કોર્ટ તેમજ માર્કેટિંગ યાર્ડ જવાના રસ્તા પર ઢીંચણ સુધી પાણી ભરાઇ ગયા છે. જેથી અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
હળવદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઇ ગયા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં જોવા મળી રહ્યું છે. વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા જ ન હોય તેમ લાગી રહ્યું છે. શું તંત્રને લોકોની મુશ્કેલી દેખાતી નથી કે પછી લોકોની સમસ્યાનો અંત લાવવા માંગતું નથી?

