HomeGujaratમોરબી: ઘુંટુ ગામનો છાત્ર જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ

મોરબી: ઘુંટુ ગામનો છાત્ર જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં ઉતીર્ણ

મોરબી : દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ પ ના વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષામાં પોતાનું સંતાન પાસ થાય તેવું દરેક વાલી ઈચ્છતા હોય છે અને આ પરીક્ષા ઉતીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે.

આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં મોરબી તાલુકાના ઘુંટુ ગામની નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી ગઢીયા દિપ અશોકભાઈ ઉત્તીર્ણ થયેલ છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ઘુંટુ ગામ અને નવોદય વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળાના આચાર્ય કિરીટભાઈ સાણજા તેમજ સમગ્ર સ્ટાફ અને નવોદય પરિવાર અભિનંદન પાઠવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW