HomeGujaratSaurashtra Kutchhવાંકાનેરના ગારીયા ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર LCB ના દરોડા

વાંકાનેરના ગારીયા ગામની સીમમાં ધમધમતા જુગારધામ પર LCB ના દરોડા

14 ઈસમો ઝડપાયા, 1.74 લાખનો મુદામાલ જપ્ત

વાંકાનેર તાલુકાના ગારીયા ગામની સીમમાં ઓરડીમાં ધમધમતા જુગારધામ પર મોરબી એલસીબી ટીમે દરોડો પાડીને જુગાર રમતા 14 પત્તાપ્રેમીઓને રૂ. 1.74 લાખના મુદામાલ સાથે મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ દરોડામાં એલસીબીએ તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકાના ગારીયા ગામની સીમમાં મહાલક્ષ્મી હોટલના પાછળના ભાગે ઓરડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી ટીમે દરોડો કર્યો હતો અને જુગાર રમતા ઈકબાલ ઉર્ફે ભુરો યાસીનભાઇ ગરાણા, સંજય ઉર્ફે ચંદુ કાળુભાઈ જીડીયા, કાનજી ઉર્ફે કાનો ખીમજીભાઇ સરવૈયા, યાકુબ હુશેનભાઇ શેરસીયા મોમીન, વિજય ભરતભાઇ મકવાણા, વિપુલ સાદુરભાઇ રોજાસરા, મકસુદ સતારભાઇ ગુર્જર, અલ્ફાઝ હુશેનભાઇ ગરાણા જુલાયા, એજાઝ સલીમભાઇ મડમ સંધી, હનિફ અલારાખાભાઇ હોથી, મનુ વીરાભાઇ પરમાર, સુનિલ કાળુભાઇ જીડીયા, પુષ્પરાજ અગરસિંહ વાળા અને અવિ ગભરૂભાઇ ધાધલ નામના 14 પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

મોરબી એલસીબી ટીમે દરોડા દરમિયાન રોકડા રૂ. 43000, 9 મોબાઈલ ફોન (કિં.રૂ. 36000) તેમજ રૂ. 95000 ની કિંમતના અલગ અલગ વાહનો મળી કુલ રૂપિયા 1,74,000 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW