સૌરાષ્ટ્રની પાછલા કેટલાક દિવસથી મેઘરાજા મહેરબાન છે. જેમાં ગુરુવારે રાજ્યના 119 તાલુકાઓમાં વરસાદ થતાં ક્યાંય લોકોને મજા પડી છે તો ક્યાંક મોટી મુશ્કેલી પડી છે. જેમાં સૌથી વધુ જામકંડોરણામાં 6 ઈંચ, ઉપલેટામાં 5 ઈંચ, લોધિકામાં 4 ઈંચ, જૂનાગઢના ભેંસાણ અને મેંદરડામાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે.

આગાહી: આગામી દિવસોમાં પણ સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આ સાથે અમદાવાદ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાત તથા કચ્છમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગીરમાં પાણી પાણી: ગીર સોમનાથમાં સુત્રાપાડા, વેરાવળ અને કોડિનાર સહિતના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. જિલ્લાનું પ્રાચીન માધવરાયજીનું મંદિર પાણીમાં અડધું ગરકાવ થઈ ગયું હતું, ઘણાં ગામોમાં પાણી સામાન્ય ઓસર્યા પછી ફરી એકવાર વરસાદ થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો હતો. આગામી સૂચના સુધી માછીમારોને દરિયો ના ખેડવાની પણ તંત્ર એ સૂચના આપી છે.

રાજકોટના જામકંડોરણામાં 6 ઈંચ
ઉપલેટામાં 5 ઈંચ
પોરબંદરના કુતિયાણામાં 2 ઈંચ,
ભાવનગરના મહુવા-તળાજામાં 2.5 ઈંચ
વાપીમાં 4 ઈંચ,
સુરતના ચોર્યામાં 3.5 ઈંચ,
વલસાડના પારડીમાં 3 ઈંચ,
નવસારીના ખેરગામમાં 3 ઈંચ,
ગણદેવીમાં 2.5 ઈંચ

