ઉત્તરાખંડના રામનગરમાં શુક્રવારે સવારે દુર્ઘટના ઘટી. અહીં પ્રવાસીઓથી ભરેલી એક કાર વહેતી નદીમાં પડી ગઈ. જેમાં 10 લોકો ધસમસતા વહેણમાં વહી ગયા.

9ના મોત: માહિતી મળતા જ એસડીઆરએફ સહિત પોલીસ વહીવટીતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી. રેસ્ક્યુ ઓપરેશન દ્વારા 9 લોકોના મૃતદેહ મળ્યા છે જ્યારે એક યુવતી અને મહિલાને બચાવી લેવાયા છે.

અહીં બની ઘટના: રામનગર કોટદ્વારા રોડની વચ્ચે સ્થિત કૉર્બેટ નેશનલ પાર્કના ઢેલા ઝોનમાં આ દુર્ઘટના ઘટી. પંજાબના રહેવાસી 11 લોકો ગાડીમાં ઉત્તરાખંડના પર્યટન સ્થળોએ ફરવા નીકળ્યા હતા.

અકસ્માત: આજે સવારે લગભગ 5 વાગે તેમની કાર રામનગરની ઢેલા નદી નજીક પહોંચી, ભારે વરસાદના કારણે નદી વહી રહી હતી અને પુલની ઉપરથી પાણી વહી રહ્યુ હતુ. તેમ છતાં ડ્રાઈવરે સાવધાની રાખી નહીં

