HomeNationalશાકભાજીના ભાવમાં મોટો વધારો, લીંબુ બાદ હવે લસણનો વારો

શાકભાજીના ભાવમાં મોટો વધારો, લીંબુ બાદ હવે લસણનો વારો

સામાન્ય નાગરિકોને મોંઘવારીનો માર ચારેબાજુથી પડી રહ્યો છે. તાજેતરમાં જ ઓઈલ કંપનીઓએ રાંધણ ગેસના ભાવમાં 50 રુપિયા વધારો કરવાની જાહેરાત કરી છે. આ સિવાય અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીં પાછલા એક મહિનાથી શાકભાજીઓ અને ફળોના ભાવમાં 100થી 175 ટકા સુધીનો વધારો નોંધાયો છે.

લીંબુ બાદ લસણનો વારો: એક મહિના પહેલા જ્યારે દૂધીની કિંમત 40 રુપિયા પ્રતિ કિલો હતી તે હવે વધીને 100 રુપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. લીંબુના વધતા ભાવે રાજ્યભરમાં ચર્ચા જગાવી હતી. એક સમયે લીંબીનો ભાવ 400 રુપિયા પ્રતિ કિલો થઈ ગયો હતો. પરંતુ હવે તેના ભાવમાં રાહત જોવા મળી છે. લીંબુનો ભાવ ઘટીને 100 રુપિયા પ્રતિ કિલો થયો છે. 100 રુપિયા ભાવ પણ ગૃહિણીઓ માટે વધારે જ છે, પરંતુ અગાઉ થયેલા વધારાની સરખામણીમાં નવી કિંમત રાહત આપનારી છે. જો લસણની વાત કરીએ તો, લસણનો ભાવ 120 રુપિયા પ્રતિ કિલોથી વધીને 240 રુપિયા થઈ ગયો છે. કહી શકાય કે, ગણતરીના સમયમાં લસણનો ભાવ બમણો થઈ ગયો છે.

બજેટ બગડ્યું: અનેક ગૃહિણીઓનું બજેટ આ ભાવવધારાને કારણે ખોરવાઈ ગયું છે. રીટેલર્સનો દાવો છે કે જથ્થાબંધના વેપારીઓએ ભાવ વધાર્યા છે. પરંતુ અમદાવાદ એપીએમસીના સેક્રેટરી દિપક પટેલ આ વાત સાથે સહમત નથી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW