HomeGujaratરોકાણની લાલચ આપી સુરતના યુવક પાસેથી રૂ. 80.35 લાખની છેત્તરપિંડી

રોકાણની લાલચ આપી સુરતના યુવક પાસેથી રૂ. 80.35 લાખની છેત્તરપિંડી

સુરતમાંથી એક મોટી છેત્તરપિંડી થઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક દંપતી એ 80.35 લાખ ખંખેરી લીધા છે. અડાજણના વિસ્તારમાં આવેલા સફાયર બિઝનેશ હબમાં ઓફિસ ધરાવતા ગઠિયાઓ એ લાલચ આપી હતી. આધેડને મુંબઇ-દાદરની ટ્રેડમ નામની કંપનીના સંચાલક દંપતી અને સીઇઓએ મહિને 20 ટકા વળતરની લાલચ આપી રૂ. 80.35 લાખ પડાવી લીધા છે.

ફરિયાદ થઇ: જેની તપાસ કરતા રાતોરાત ઓફિસને તાળા મારી રફુચક્કર થઇ જતા સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરીયાદ નોંધાઈ છે. મૃગેશ બબનરાવ પવાર (ઉ.વ. 53) નો જાન્યુઆરી 2020માં વસંતકુમાર એગન નગરાળે (રહે. 319, આઇમ્સ સ્કેવર, વી.આઇ.પી રોડ, વેસુ અને શીવ એપાર્ટમેન્ટ, હરિનગર-3, ઉધના) સાથે પરિચય થયો હતો. પછી એની પર વિશ્વાસ કરી ચિટિંગ કરવામાં આવ્યું છે.

આવો હતો ભેજાબાજ: વસંતે મુંબઇના દાદરના હાજી હબીબ બિલ્ડીંગમાં ટ્રેડમ નામની કંપનીમાં CEO હતો. કંપનીના માલિક રાજકુમાર મનોહરકુમાર સીંગ અને તેની પત્ની કોમલ રાજકુમાર સીંગ પણ આ કેસમાં સંડોવાયેલા હતા. રાજકુમાર અને વસંતે મૃગેશને ફસાઈને રોકાણના 20 ટકા વળતરની લાલચ આપી હતી. પછી ટુકડે-ટુકડે રૂ. 1.50 કરોડનું રોકાણ માટે ડીલ નક્કી કરી નાખી.

એમ.ઓ.યુના નામે લાખો રૂપિયા ખંખેરવા પ્લાન હતો. શરૂઆતમાં રૂ. 10 લાખનું રોકાણ કરનાર મૃગેશને અસારી અને ઓઝોન કંપનીના શેર સિક્યુરીટી પેટે ડિપોઝીટ કર્યા હતા. મૃગેશે પોતાની અલગ-અલગ કંપનીમાંથી ટુકડે-ટુકડે રૂ. 80.35 લાખ આરટીજીએસથી ટ્રેડમ કંપનીમાં રોકાણ કર્યુ હતું. જે પછી રાતોરાત એની કંપનીના ઠેકાણા બદલી જતા પોલીસ ફરિયાદ થઈ છે.

મહારાષ્ટ્રમાં પણ ફરિયાદ: રાજકુમાર રાતોરાત પોતાની ઓફિસ અને મોબાઇલ ફોન બંધ કરી ભુગર્ભમાં ઉતરી ગયો હતો. ઉલ્લેખનીય છે કે રાજકુમારે એક માત્ર મૃગેશ નહીં પરંતુ અનેક લોકો પાસેથી રોકાણના નામે કરોડો રૂપિયા પડાવ્યા છે અને આ મુદ્દે મુંબઇના દાદર, ભોયવાડા અને પૂણેના પીપંપળી, ચીંચવડ અને ખરાડી ચંદનગર પોલીસ સ્ટેશનમાં અરજી પણ થઇ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW