પાકિસ્તાની કોમેડિયન તાબિશ હાશમીના કોમેડી શો હસના મના હે ઉપર નવો વિવાદ ઉભો થયો છે. આ શો ટીઆરપીમાં શાનદાર કરી રહ્યું છે. શો જનતાને એન્ટરટેઈન કરવામાં સફળ થયો છે. તેની વચ્ચે કેટલાક સોશયલ મીડિયા યુઝર્સનો આરોપ છે કે તાબિશે ઈન્ડિયન કોમેડી શો ધ કપીલ શર્માનો આઈડીયો ચોર્યો છે. વિવાદ વધારે ઘેરાયો ત્યારે કોમેડિયનનું રિએક્શન એવું હતું કે તેણે કપીલ શર્માને જ લપેટમાં લઈ લીધો.

એક ઈન્ટરવ્યુમાં તાબિશ હાશમીએ કહ્યું કે તેણે નહીં પણ કપીલ શર્માએ પાકિસ્તાની કોન્સેપ્ટને ચોર્યું છે. લોકો માટે એ કહેવું સરળ છે કે હસનાવ મના હે કપીલ શર્મા શોની જેમ જ છે. કારણ કે બંને શો જે શહેર ઉપર બેઝ્ડ છે તે એક જેવા જ જોવા મળે છે. કરપીલ શર્મા શોનો સેટ દિલ્લી જેવો દેખાય છે. અમારો સેટ લાહોર જેવો દેખાય છે. દિલ્લી લાહોર જેવી દેખાય છે અને લાહોર દિલ્લી જેવી દેખાય છે. અમારા શોનો સેટ અને તેનો કોન્સેપ્ટ પાકિસ્તાની છે.

તેને કહેવું છે કે આ ઉમર શરીફનો કોન્સેપ્ટ છે. તે અમનઉલ્લાહનો કોન્સેપ્ટ છે. આ અમારો કોન્સેપ્ટ છે. તાબિશે એ પણ કહ્યું કે, કોઈએ કપીલ શર્માના શો ઉપર સવાલો ઉભા નથી કર્યાં કે તેણે પાકિસ્તાનનો આઈડિયા ચોર્યો છે. કારણ કે ભારતે તેના ઉપર કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છે. અને સોને એવી રીતે દેખાડવામાં આવ્યો છે કે જેવી રીતે તેનો ઓરીજનલ આઈડિયા હોય. બંને શોની તુલના ઉપર તાબિશે જણાવ્યું કે, કપિલનો શો સપ્તાહમાં એક વખત ઓનએર થાય છે. તો મારો શો એક સપ્તાહમાં 3 વખત ટેલિકાસ્ટ થાય છે.

