HomeGujaratમાળીયામાં ચા ના પૈસા મામલે છરી ધારીયા વડે મારામારી, સામસામી ફરિયાદ

માળીયામાં ચા ના પૈસા મામલે છરી ધારીયા વડે મારામારી, સામસામી ફરિયાદ

માળીયા મિંયાણા ખાતે ચા ની હોટલે બે યુવાનોએ ચા પી લીધા બાદ પૈસા ન આપવા મામલે રક્ઝક થયા બાદ છરી ધારિયા વડે મારામારી થઈ હતી જેમાં બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા ત્યારબાદ માળીયા પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાતા પોલીસ ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા મિંયાણાના રાખોળીયા વાંઢ વિસ્તારમાં રહેતા રીયાઝભાઈ અલ્યાસભાઈ સખાયાએ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે, ગઈકાલે સવારે તેમની હોટલે નિજામભાઈ જાનમામદભાઈ સામતાણી તથા સમીર જાનમામદભાઈ સામતાણી (રહે. બંને રાખોડીયા વાંઢ વિસ્તાર) ચા પીવા આવ્યા હતા અને ચા પીધા બાદ તેમના ભાઈ મહેબુબભાઇએ બંને પાસે ચા ના પૈસા માંગતા ગાળો આપી પૈસા નથી તેમ કહ્યું હતું જેથી બંને શખ્સોને ગાળો બોલવાની ના પાડતા આરોપી નિજામે મહેબુબભાઇને છરી નો એક ઘા ડાબા પડખામાં મારી ઇજા કરી હતી તેમજ રિયાઝભાઈને માથામાં છરીનો એક ઘા મારીને બીજા આરોપી સમીરે લોખંડના સળીયાથી મહેબુબભાઇને માર મારી પાસળીમાં ફ્રેક્ચર જેવી ઈજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ મામલે માળીયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને તપાસ શરૂ કરી છે.

આ ઉપરાંત સામાપક્ષે નિજામભાઈ જાનમામદભાઈ સામતાણીએ ફરિયાદ નોંધાવીને જણાવ્યું છે કે, પોતે રિયાઝભાઈની હોટલે ચા પીધા બાદ પૈસા નથી તેમ કહેતા જેમ ફાવે તેમ ગાળો બોલી રિયાઝભાઈ અને મહેબૂબભાઈએ લુખ્ખાઓ ચા પીવા પૈસા વગર આવી જાવ છો તેમ કહેતા ગુસ્સો આવતા તેમને છરી કાઢી મહેબૂબભાઈને મારી દેતા રિયાઝભાઈ હોટલમાંથી ધારીયુ લઈ આવીને માથામાં ધારીયાના ઘા મારી ઈજા કરી મારી નાખવાની ધમકી આપી હતી જેથી આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW