HomeGujaratમોરબીમાં મચ્છુ માતાની શોભાયાત્રા વખતે જર્જરિત દુકાનનો પિલર તૂટ્યો એક વ્યકિત ઈજાગ્રસ્ત

મોરબીમાં મચ્છુ માતાની શોભાયાત્રા વખતે જર્જરિત દુકાનનો પિલર તૂટ્યો એક વ્યકિત ઈજાગ્રસ્ત

મોરબી શહેરમાં આજે અષાઢીબીજ નીમેતે મચ્છુ માતાની શોભાયાત્રા નીકળી હતી.આ યાત્રા મહેન્દ્રપરા પાસે આવેલ મચ્છુ માતાની જગ્યાએથી રામઘાટ ખાતે આવેલ મચ્છુ માતાના મંદિર ખાતે રથયાત્રા યોજાઈ હતી આ દરમિયાન નહેરુગેટ ચોકથી અંદર પહોચી તે દરમિયાન એક દુકાનના દીવાલનો એક પિલર ધડાકાભેર તૂટી પડયો હતો અને ત્યાંથી નીકળતા ભાવિક પર પડતા એક વ્યક્તિને ઈજા પહોચી હતી આ ઘટના વખતે વધુ લોકો હાજર ન હતા તેમજ જ્યાંથી પિલર તુટ્યો તેની ઉચાઇ વધુ ન હોવાથી ગંભીર ઘટના બની ન હતી અને સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી

પાલિકાની સિવિલ એન્જીનીયર તેમજ અન્ય બે લોકોની ટીમે પણ સર્વે કર્યો હતો.જોકે પાલિકાની આ ટીમને એક પણ જર્જરિત દેખાયો ન હતો તો પાલિકાની આ ટીમ દ્વારા કેવો સર્વે કરાયો તે પણ એક સવાલ છે. આ આ રથયાત્રા પૂર્વે પોલીસે ત્રણ દિવસ ફૂટ પેટ્રોલિંગ કરી સ્થિતિનો તાગ મેળવ્યો હોવાના દાવા છતાં આ દીવાલના પિલરતૂટી પડ્યો હતો અને એક વ્યક્તિને ઇજા પહોચી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW