HomeGujaratસુરતમાં ગણતરીની મિનિટમાં રૂ.28 લાખની લુટ

સુરતમાં ગણતરીની મિનિટમાં રૂ.28 લાખની લુટ

સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ઓછી થઇ હોય અને આરોપીઓ પર લગામ કસી હોવાની મોટી મોટી વાતો કરતી હોય છે. પરંતુ તેની સામે સુરતમાં સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. તેવામાં ઉંધના વિસ્તારમાં 28 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. શહેરમાં મની ટ્રાન્સફર રૂપિયા લઇ જતા પૃથ્વીને ફરાર થઈ જતાની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે સુરત પોલીસ અલગ-અલગ ઓપરેશનનો લોન્ચ કરી આરોપીઓપને ઝડપી પાડી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. જોકે ગંભીર પ્રકારના ગુનામાં આરોપીઓને સજા થાય તે પ્રકારની કામગીરી પણ પોલીસ લાંબા સમયથી કરી રહી છે. જેને લઇને આરોપીઓમાં ડર બેસે પણ સુરતમાં ગુનેગારોને છૂટો દોર મળી ગયો હોય તેવું લાગે રહ્યું છે. સુરતમાં ગુનાખોરી વધી રહી છે તેના માટે પોલીસની નિષ્ક્રિયતા જવાબદાર છે ત્યારે આજે બપોરના સમયે સુરતના ઉધના વિસ્તારમાં માત્ર પાંચ સેકન્ડમાં 28 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે હાહાકાર મચી જવા પામ્યો હતો.

મની ટ્રાન્સફરની ઓફિસમાં કામ કરતો કર્મચારી પોતાની મોટરસાયકલ ઉપર 28 લાખ રૂપિયા લઈને જતો હતો. તે દરમિયાન લૂંટારૂઓ ત્રાટક્યા હતા અને રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા. સગરામપુરામાં સાઈ સિટી અને સાઈ સમર્થથી મની કલેક્શન અને મની ટ્રાન્સફરનું કામ જગદીશ ચોક્સી કરી રહ્યા છે. આજે ઓફિસથી નીકળી ઉના, સચિન, ભેસ્તાન અને પાંડેસરાના ડિલરો પાસેથી મની કલેક્શન કરી બપોરના સમયે ઘર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બાઈકમાં પેટ્રોલ પુરાવવા માટે સર્વિસ રોડ પર જઈ બાઈક ધીમી કરી હતી. દરમિયાન પાછળથી ત્રણ સવારીમાં બાઈક સવારોએ આવી બેગ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આ બેગમાં 28 લાખથી વધુની રોકડ રકમ હતી. હાલ ફરિયાદની તજવીજ ચાલી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW