HomeGujaratCentral Gujaratઅમદાવાદની રથયાત્રામાં થશે નવા રામમંદિરના દર્શન,ચાંદીની ઈંટ પણ મૂકશે

અમદાવાદની રથયાત્રામાં થશે નવા રામમંદિરના દર્શન,ચાંદીની ઈંટ પણ મૂકશે

અમદાવાદ શહેરમાંથી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે સૌપ્રથમવાર અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે તેની ઝાંખી કરાવવામાં આવશે. આબેહૂબ રામ મંદિર જેવી જ પ્રતિકૃતિ તૈયાર કરાશે. આ ઉપરાંત રામ મંદિરની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ચાંદીની જે ઈંટો મૂકવામાં આવી હતી તેની પ્રતિકૃતિ રજૂ થશે.

ટ્રક તૈયાર: આ પ્રતિકૃતિ દર્શાવતા ટ્રક ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાશે. માત્ર રામ મંદિરની જ નહીં પરંતુ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં ભગવાન જગન્નાથના મંદિરની ઝાંખી કરાવતી ટ્રક પણ આ રથયાત્રામાં જોડાશે. સાથે જ અમરનાથ યાત્રાનો ટેબ્લો પણ રથયાત્રામાં રજૂ કરવામાં આવશે મહત્ત્વની વાત છે કે, 145મી રથયાત્રામાં લોકો અને ભારતીય સંસ્કૃતિ ઉપરાંત ધાર્મિક, દેશપ્રેમ અને વેશભૂષાની ઝાંખી પણ જોવા મળશે.

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા હિમાંશુ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. હિમાંશુ પટેલે ફાઈબરની સીટથી આખું રામ મંદિર ઊભુ કર્યું છે. મંદિરનું શિખર હનુમાનજીની મૂર્તિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જે ચાંદીની ઈટો મૂકવામાં આવી હતી તે સમગ્ર પ્રતિકૃતિ મંદિરની સાથે તૈયાર કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW