જિલ્લાની 3 સરકારી માધ્યમિક શાળા, 12 RMSA શાળા અને 1 મોડેલ સ્કૂલમાં નવા આચાર્યોની બઢતીથી નિમણુંક કરવામાં આવી છે. મોરબીની ધ વી.સી.હાઈસ્કૂલ મોરબી ખાતે ગામી પારુલબેન મગનલાલની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની ઠીકરીયાળી RMSA માધ્યમિક શાળા ખાતે ડો.સુરેશકુમાર પાડલિયાની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની સમથેરવા સરકારી માધ્યમિક શાળા ખાતે મેરજા શૈલેશ જસમતભાઈની નિમણુંક કરાઈ છે. હળવદની મોડેલ સ્કૂલ ખાતે ખોરજીયા અલ્તાફહુસેન મહમદભાઈની નિમણુંક કરાઈ છે. હળવદની ડુંગરપુર RMSA માધ્યમિક શાળા ખાતે ચીકાણી લતાબેન ચતુરભાઈની નિમણુંક કરાઈ છે.આ ઉપરાંત માળીયાની નાનીબરાર સરકારી શાળા સંતોકી દક્ષાબેન પ્રાગજીભાઈની નિમણુંક કરાઈ છે.
હળવદની ધવાણા RMSA માધ્યમિક શાળા ખાતે ત્રિવેણી રેણુકા નટવરલાલની નિમણુંક કરાઈ છે. હળવદની વેગવાડ RMSA માધ્યમિક શાળા ખાતે ચાવડા રણજીત રૈયાભાઈની નિમણુંક કરાઈ છે. હળવદની કડિયાણા RMSA પ્રકારની માધ્યમિક શાળા ખાતે આદ્રોજા રોહિતકુમાર રઘુભાઈની નિમણુંક કરાઈ છે. હળવદની સુંદરી RMSA માધ્યમિક શાળા ખાતે પૈજા નિશીથ મગનલાલની નિમણુંક કરાઈ છે. હળવદની અજીતગઢ RMSA માધ્યમિક શાળા ખાતે સરડવા હિતેશ નાનજીભાઈની નિમણુંક કરાઈ છે.
આ સાથે હળવદની મેરુપર RMSA માધ્યમિક શાળા ખાતે વાઢેર આશાકુમાર કાળભાઈની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની પલસાડી RMSA માધ્યમિક શાળા ખાતે પાટીલ નયના ઈશ્વરલાલની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની ભેરડા RMSA માધ્યમિક શાળા ખાતે ભાલોડિયા ભાવેશકુમાર લખમણભાઈની નિમણુંક કરાઈ છે. વાંકાનેરની કણકોટ RMSA માધ્યમિક શાળા ખાતે પરાસરા ઉસ્માનગની હુસેનની નિમણુંક કરાઈ છે. હળવદની ખેતરાડી RMSA માધ્યમિક શાળા ખાતે પરમાર અલ્પેશ હીરાભાઈની નિમણુંક કરાઈ છે અને હળવદની દિઘાડીયા સરકારી શાળા ખાતે ગૌસ્વામી જયેશપરી દેવપરીની નિયુક્તિ કરાઈ છે.

