HomeGujaratCentral Gujaratઅમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે અકસ્માત, કાર ચાલક ફરાર, 2ના મોત

અમદાવાદના કર્ણાવતી ક્લબ પાસે અકસ્માત, કાર ચાલક ફરાર, 2ના મોત

કર્ણાવતી ક્લબ નજીક અકસ્માત થયો છે. થાર જીપ અને બાઇક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં બંન્ને બાઇક સવારોનાં મોત નિપજ્યાં છે. કુલ 5 લોકોના અકસ્માત કરીને ભાગી ગયા હોવાની આશંકા છે. થાર કારે ટક્કર મારતા બાઇક પર સવાર બંન્ને યુવાનોના ઘટના સ્થળે જ મોત થયા છે. હાલમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. જો કે થાર ગાડીનો ચાલક ફરાર થઇ ગયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે.

પોલીસે અકસ્માતનો કેસ દાખલ કરી પગલાં લીધા છે. બંન્ને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે થાર કારની નંબર પ્લેટનાં આધારે પોલીસે હીટ એન્ડ રન કરીને ફરાર થઇ જનારા આરોપીને ઝડપી લેવા માટે તજવીજ હાથ ધરી છે. એમ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW