HomeGujaratશેર માર્કેટમાં કડાકો, સેન્સેકસ 200 પોઇન્ટ ડાઉન

શેર માર્કેટમાં કડાકો, સેન્સેકસ 200 પોઇન્ટ ડાઉન

વૈશ્વિક બજારોમાં નબળાઈના કારણે આજે ભારતીય બજારમાં મંદીના સંકેતો જોવા મળી રહ્યા છે. સેન્સેક્સ લગભગ 200 પોઈન્ટ ઘટીને 52965 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે માર્કેટ ઓપનિંગ સમયે નિફ્ટીમાં 60 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. માર્કેટ ઓપનિંગ સમયે નિફ્ટી 15771 પર ટ્રેડ કરી રહ્યો છે.

લાલ નિશાન પર: મોટાભાગના એશિયન બજારો લાલ નિશાનમાં કારોબાર કરી રહ્યા છે. જોકે ડાઉ ફ્યુચર્સમાં વધારો જોવા મળ્યો છે, એસજીએક્સ નિફ્ટી સપાટ દેખાય છે. ગઈ કાલે અમેરિકી બજારોમાં પણ થોડી નબળાઈ જોવા મળી હતી. ત્યાં બજારો સપાટ બંધ રહ્યા હતા. ડાઉ જોન્સમાં 62 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. S&P 12 અને Nasdaq પણ લાલ નિશાનમાં બંધ થયા છે.

કપરી સ્થિતિ: મોટાભાગના એશિયન બજારોમાં લાલ નિશાનમાં જ કારોબાર જોવા મળી રહ્યો છે. સ્ટ્રેટ ટાઈમ્સ પણ 0.10ની નબળાઈ દર્શાવે છે. તાઈવાનના બજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હેંગસેંગ, કોસ્પી અને શાંઘાઈ કમ્પોઝીટ લાલ રંગમાં છે.

કાચા તેલમાં ફરી વધારો થયો છે: એક દિવસની સુસ્તી બાદ કાચા તેલ ફરી 116 ડોલરને પાર કરી ગયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW