HomeGujaratરથયાત્રા માટે અખાડાના ગ્રુપ મહિના દિવસથી પરસેવો પાડે છે, 150થી વધારે યુવાનો...

રથયાત્રા માટે અખાડાના ગ્રુપ મહિના દિવસથી પરસેવો પાડે છે, 150થી વધારે યુવાનો કરશે અનોખા દાવ

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં અખાડાના દાવપેચ વર્ષ 2005થી શરૂ કરી છેલ્લા 15 વર્ષથી રજુ કરવામાં આવે છે. બજરંગ દળના અખાડાના ગ્રુપના 150થી વધારે સભ્યો છેલ્લા 30 દિવસથી પરસેવો પાડી રહ્યા છે.

યુવાનો કરે છે પ્રેક્ટિસ: અલગ અલગ ગ્રુપ જુદા જુદા સ્થળ‌ોએ અખાડાના દાવની પ્રેક્ટિસ રાતના 9.30 થી 12 વાગ્યા સુધી કરે છે. જેમાં નિર્મ‌ળ‌નગર ગોંડલિયાની વાડીમાં, કૈલાસવાડી કુંભારવાડા અને ભગતસિંહ પ્રખંડ પાનવાડી ખાતે 150થી વધારે યુવાનો પ્રેક્ટિસ કરી રહ્યા છે.

આચાર પદ્ધતિ: અખાડાની પ્રેક્ટિસ પહેલા આચાર પદ્ધતિ અનુસરવામાં આવે છે જેમાં જયઘોષ, હનુમાનજી પ્રણામ, હનુમાન ચાલીસા અને હથિયાર વંદન કરી પ્રેક્ટિસ શરૂ કરવામાં આવે છે. જેમાં લાઠીદાવ, ચક્ર, તલવાર બાજી, ગોપુરમ, પટ્ટાબાજી, ટાઈગર જમ્પ, ભીષ્મપાર્ટ તથા છાતી પર પથ્થર રાખી પથ્થર તોડવાના દિલધડક કરતબોની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે.

દેશમાં પ્રાચીનકાળમાં રાજ્યની સુરક્ષામાં અખાડાના હથિયારો ખુબ ઉપયોગી થતાં આ પરંપરાગત હથિયારો સાથે અખાડાના દાવપેચ 37મી રથયાત્રામાં જોવા મળશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW