HomeGujaratમોરબી:માટી ભરેલી બોરીની આડમાં દારૂની હેરાફેરી,રૂ 46.14 લાખના દારૂ સાથે ટ્રક ચાલક...

મોરબી:માટી ભરેલી બોરીની આડમાં દારૂની હેરાફેરી,રૂ 46.14 લાખના દારૂ સાથે ટ્રક ચાલક ઝબ્બે

કચ્છ જિલ્લામાં જતા આવતા એક ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે આ ટ્રક હળવદ માળિયા રોડ પરથી પસાર થવાનો હોય તેવી બાતમી મોરબી એલસીબીને મળી હતી બાતમી આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને GJ 06 AU 5148 નંબર ના શંકાસ્પદ ટ્રકને અણીયારી ટોલનાકા નજીક રોકી શંકાસ્પદ લાગતા પૂછપરછ કરતા ટ્રક ચાલક હનુમાનરામ વિરામારાવ જાખર રહે મૂળ કકરાવા શેડવા જી બાડમેર રાજસ્થાન વાળો હોવાનું જણાવ્યું હતું આ દરમિયાન ટ્રકમાંથી બીજી નમ્બર પ્લેટ પણ મળી આવતા તે અંગે પૂછ પરછ કરી હતી જોકે તેનો જવાબ ન આપી શકતા પોલીસે ટ્રકની તલાશી લીધી હતી. તલાસીમાં ટ્રકમાં ખાતરની બોરીઓ વચ્ચે વિદેશી દારૂની પેટી ભરેલી હોવાનું માલુમ પડ્યું હતું જેમાંઅલગ અલગ બ્રાન્ડની રૂ 46.14 લાખની કિમતની 11,200થી વધુ બોટલ વિદેશી દારૂ મળી મળી આવ્યો હતો જે બાદ પોલીસે તુરત રૂ 10 લાખની કિમતના ટ્રક એન્ડ્રોઇડ મોબાઇલ રોકડ રૂપિયા 3400 મળી કુલ રૂ.56.23 લાખના મુદામાલ જપ્ત કર્યો હતો તેમ ટ્રક ચાલક હનુમાન રાવ જાખરની ધરપકડ કરી માળિયા મી.પોલીસ મથક હવાલે કરાયો હતો

આરોપીની પૂછ પરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મધ્યપ્રદેશ ના ઇન્દોરથી નાથારામ તગારામ ચૌધરીએ ભર્યો હોવાનું અને કચ્છના ગાંધીધામ ખાતે લઈ જવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે જોકે ગાંધીધામમાં આ જથ્થો કોને આપવાનો હતો તે અંગેપોલીસ તપાસ કરી રહી છે હાલ માત્ર એક મોબાઈલ નંબર મળ્યા હતા જેના આધારે આરોપીની ઓળખ કરવાની તજવીજ પોલીસે હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW