વાંકાનેર નગરપાલિકામાં પ્રમુખ પદ આપખુદ વર્તન કરતા હોય અને કર્મચારીઓને હેરાન કરતા હોય વિકાસ કામ કરવામાં ગંભીર બેદરકારી દાખવતી હોય જેથી પાલિકાને સુપરસીડ કેમ ન કરવા અતે અંગે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે પાલિકા પ્રમુખ સહીત સમગ્ર બોડીનેકારણ દર્શક નોટીસ આપી હતી અને આ અંગે સમયમર્યાદામાં જવાબ આપવા સુચના આપવામાં આવી હતી
આ મુદ્દાને લઈ આજે વાકાનર નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ધર્મેન્દ્રસિહ જાડેજાની અધ્યક્ષતામાં સામાન્ય સભા મળી હતી. આ સભા કુલ જેમાં શહેરી વિકાસ દ્વારા આપવામાં આવેલ નોટીસનો સાત પાનામાં જવાબ રજુ કરવામાં આવશે તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો આ ઠરાવના વિરોધમાં ત્રણ મત પડ્યા હતા જયારે 18 મત નોટીસનો જવાબ આપવો તેવા સમર્થનમાં પડ્યા હતા. તો 8 ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા તે સામાન્ય સભામાં યોગ્ય જવાબ રજુ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત પાલિકાની ચુંટણીમાં ભાજપને સ્પસ્ટ બહુમતી મળી હતી પરંતુ પાલિકા પ્રમુખ તરીકે જે નામ પાર્ટી દ્વાર રજુ કરવામાં આવ્યું હતું તેમાંથી અનેક સદસ્યો નારાજ થયા હતા જેના પગલે ભાજપના જ ચુંટાયેલ સદસ્યએ અપક્ષ ઉમેદવારને પ્રમુખ તરીકે જાહેર કરી તેમના તરફેણમાં મતદાન કરતા ભાજપને બહુમતી મળવા છતાં પ્રમુખ પદેથી વંચિત રહેવું પડ્યું હતું.

