વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિરોધીઓ દ્વારા તેમને ગુજરાતના 2002ના રમખાણોમાં રાજકીય બદઈરાદાથી સંડોવવાનો વધુ એક પ્રયાસ નિષ્ફળ નીવડ્યો છે. આ પ્રક્રિયામાં સત્તા માટે કોંગ્રેસ કઈ હદ સુધી જઈ શકે છે એ આખા દેશો જોયું છે. સુપ્રીમ કોર્ટમાં સત્યની જીત થઈ છે ત્યારે હવે આ કેસનો કાયમી અંત હશે તેવી આશા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું છે.
નિર્દોષ હતા: આ મામલે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે આ પીએમને બદનામ કરવાનું કાવતરુ હતું. 2006માં કોઇની ચઢામણી કે પડદા પાછળ રહીને 4 વર્ષ પછી પીએમ મોદીને મુશ્કેલીમાં મુકવાના ઇરાદા સાથે આ ફરિયાદ દાખલ થઇ હતી. આ અંગે SITની રચના થઇ અને પીએમ મોદીએ 9 કલાક સુધી વકીલ રોક્યા વિના આ અંગે જવાબ આપ્યા હતા. કારણ કે તે પોતે નિર્દોષ હતા.
ભૂમિકા સ્પષ્ટ: નામદાર સુપ્રીમકોર્ટે આવી અનેક અરજીઓ અને કોર્ટમાં જે ફરિયાદ દાખલ થઇ તેમાં 300 પાનાનો ચુકાદો આપીને પીએમ મોદીની જે ભૂમિકા હતી કે ક્રિસ્ટલ ક્લિયર હતી, તેમાં તેમની નેગેટિવ ભૂમિકા ન હતી.

