મોરબીના વીસીપરા વિસ્તારમાં સપ્ટેબર 2021માં ફારુક મોટલાણી અને તેના પુત્ર ઈમ્તીયાઝ મોટલાણીની હત્યાં થઈ હતી આ હત્યામાં આરોપીઓ દાદુ ઉર્ફે ડાડો રફીક તાજમહમદ જેડા,અસગર ભટ્ટી,આસિફ સુમરા સહિતના આરોપીઓ સામે જે તે સમયે પોલીસ ફરિયાદ થઇ હતી ફરિયાદ આધારે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમાંથી કેટલાક આરોપીઓ મોરબી જેલમાં બંધ છે તાજેતરમાં મોરબી જિલ્લા જેલમાં જેલ સિપાઈ પર કેટલાક શખ્સો હુમલો કર્યાની ઘટના બની હતી અ આ ઘટના બાદ ફારુક મોટલાણીની પત્ની રજિયાબેને એસપીને પત્ર લખી આરોપીઓને અન્ય જીલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવા માંગણી કરી હતી આ સાથે તેમણે જેલ પ્રશાસન પર પણ આક્ષેપ કર્યા હતા કે આરોપીઓ સાથે અનેક લોકો નિયમ વિરુદ્ધ મુલાકાત લે છે, જેલમાં નોનવેજ અને અન્ય નશાયુકત ચીજ વસ્તુઓ ગેરકાયદે પહોચાડવામાં આવે છે, જ્યારે પણ કોર્ટ મુદતે જવાનું હોય ત્યારે પણ કેદી જાપ્તામાં તેને નશા યુક્ત પદાર્થ આપવામાં આવે છે મોબાઈલ પણ આપવામાં આવતા હોવાના આક્ષેપ કર્યા હતા
આ ઉપરાંત તેમણે આરોપી પર આક્ષેપ કર્યા હતા કે આરોપીઓ ગુનાહિત માનસિકતા વાળા હોય અને આ વિસ્તારમાં અગાઉ માથાકૂટ કરતા હોવાથી તેઓ પણ ઘર મુકીને બીજા રહેવા મજબુર બન્યા છે આ ઉપરાંત જેલમાં પણ તેઓ દ્વારા અશાંતિ ફેલાય તેવું વાતાવરણ ફેલાવતા હોય છે જેથી તમામ આરોપીઓને અન્ય જિલ્લાની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી માંગણી કરી હતી

