HomeGujaratમચ્છુ 3 ડેમમાંથી કેનાલ નેટવર્કનું કામ 7 વર્ષ બાદ અધૂરું વહેલી તકે...

મચ્છુ 3 ડેમમાંથી કેનાલ નેટવર્કનું કામ 7 વર્ષ બાદ અધૂરું વહેલી તકે કામગીરી કરવા માંગ

મોરબી જીલ્લામાં મચ્છુ- ૩ સિંચાઈ યોજના નો ડેમ બનાવવા માટેનું ખાત મુહૂર્ત જે તે વખત ના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ દ્વારા પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યાને એક મહિના જેવા સમયમાં જ કરવામાં આવ્યું હતું. હાલ અ ડેમ બન્યાને 30 વર્ષ કરતા પણ વધારે સમય થઇ ગયો છે .આ યોજનાની કેનાલનું ખાતમુહૂર્ત પણ 2016માં થયું હતું જેને પણ સાત વર્ષ જેવો સમય થઇ જવા પામેલ છે.આમ છતાં આજ દિવસ સુધી આ વિસ્તાર ના ખેડૂતો ને એક ટીપું પાણી પણ મળેલ નથી.

આ યોજના ની કેનાલના કામ માં પણ ભ્રષ્ટાચાર થયાની ફરિયાદો પણ થયેલ છે.આ વિસ્તાર ના ખેડૂતોના કહેવા મુજબ કે અમોની એક પેઢી તો આ પાણી ની રાહ જોવા માં જ પૂરી થઇ ગઈ હવે પાણી ક્યારે આવશે, અને આવશે ત્યારે પણ અમારા ખેતરે અમો કેવી રીતે પહોચાડી શકીશું.કારણકે આ પાણી ઉપાડવા માટેના જે કુવાઓ કેનાલ માં મુકવામાં આવેલ છે તે જરૂર કરતા ખુબજ ઓછા છે તેમજ ખેડૂતો એ પોતાના ખેતર સુધી પાણી લઇ જવા માટે વચ્ચે આવતા ક્યાં ખેતર માંથી લઇ જવું તેની પણ કોઈ વ્યવસ્થા કે જોગવાઈ ઓ ત્યાર કરવામાં આવેલ નથી. અને કેનાલો પણ તુટવા લાગી છે.જો સરકાર દ્વારા આ બાબતે હવે સમયસર કાર્યવાહી નહિ કરવામાં આવે તો, આ વિસ્તાર ના ખેડૂતો ને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે અન્દોલનાત્મક કાર્યક્રમો આપવાની અમોને ફરજ પડશે.તેવી ચીમકી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સના જનરલ સેક્રેટરી અને કોંગ્રેસ આગેવાન કે ડી બાવરવાએ ઉચારી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW