HomeGujaratસરકારી જમીન પર દબાણ કરી બેઠેલા તંબુઓ પર બલ્ડોઝર ફર્યું, 7000 ચો.કિમી.જમીન...

સરકારી જમીન પર દબાણ કરી બેઠેલા તંબુઓ પર બલ્ડોઝર ફર્યું, 7000 ચો.કિમી.જમીન ખુલ્લી

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ શહેરના યુનિવર્સિટી રોડ પર સરકારી ખરાબાની જમીન ઉપર બલ્ડોઝર ફરી ગયું છે. ગેરકાયદે બંધાયેલા 10 રેસ્ટોરન્ટ તોડી નાખવામાં આવ્યા છે. આ જગ્યા પર દબાણ કરી રેસ્ટોરન્ટનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું.

10 કરોડની જમીન: આ કોમર્શિયલ બાંધકામોનું ડિમોલિશન કરીને 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. જેની અંદાજિત કિંમત 10 કરોડ રૂપિયા થાય છે.

ખાણીપીણીના તંબુ ધ્વંસ: યુનિવર્સિટી રોડ ઉપર સવાણી કિડની હોસ્પિટલ નજીક સરવે નં. 318ના પ્લોટ નં. 86 અને 87ની સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ થયું હતું. આ ખાણી-પીણીના 10 જેટલા રેસ્ટોરન્ટોનું બાંધકામનું તોડી નાંખીને જમીન ખુલ્લી કરી છે. અંદાજિત 7 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.

શું કહે છે મામલતદાર: ઝોન પશ્ચિમના મામલતદાર જાનકી પટેલે જણાવ્યું હતું કે, ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ નહીં થાય તેનું ધ્યાન રાખવામાં આવશે. આમ છતાં પણ જો કોઈ દબાણકર્તા ખાલી કરાયેલી જમીન પર ફરીવાર દબાણ કરવાની કોશિશ કરશે તો તેમના વિરૂદ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-2020 મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW