વાંકાનેર મોરબી હાઈવે પર આવેલ વઘાસીયા ગામ પાસેથી ટોલ ટેક્સ બચાવવા ઘણા વાહન ચાલકો ગામના રસ્તેથી નીકળતા હોય છે. અગાઉં અનેકવાર આ રસ્તા પરથી ગામના કેટલાક લોકો પર ટોલટેકસ કરતા ઓછા રૂપિયા લઇ નીકળવા દેતા હોવાના આક્ષેપ થતા રહે છે ત્યારે આ રસ્તા પર ન નીકળવા મુદે ત્રણ યુવાન પર એક શખ્સ અને ત્રણ અજાણ્યા શખ્સે છરી અને ધોકા પાઈપ સહીતના હથીયાર વડે જીવલેણ હુમલો કરી ઈજા પહોચાડી હતી. બનાવ અંગે વાકાનેર પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી.
બનાવની મળતી માહિતી મુજબ વઘાસિયા ગામના જયેશભાઇ ડાયાભાઇ લામકા નામના યુવાને અક્ષય ઝાલા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા માણસો સામે નોધાવેલ ફરિયાદ મુજબ અક્ષય ઝાલા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા માણસોએ ટ્રક નંબર જીજે-૨૭-એકસ-૫૩૯૭ તથા ઇકો કાર રજી નંબર જીજે-૩૬-આર-૭૩૪૧ વાળા વાહનમા પંચાસર ગામ તરફ જતા હતા ત્યારે આ કામના આરોપીઓએ આ રસ્તે તમારે ટ્રક લઇને નીકળવાનુ નથી તેમ કહી ગાળો કાઢી ફરીને એક અક્ષય ઝાલાએ જમણા પગે સાથળના ભાગે છરીનો ધા મારી ઇજા પહોચાડી હતી. તેની સાથેના બીજા અજાણ્યા શખ્શે લાકડાના ધોકા વતી જમણા પગે ગોઠણના ભાગે મૂઢ
ઇજા પહોચાડી તેમજ જગદીશભાઇને આ કામના આરોપીએ લાકડાના ધોકા વતી માથાના ભાગે જમણી બાજુ તથા જમણા પગે ઢીચણના ભાગે તથા ડાબા પગે પજાના ભાગે મૂઢ ઇજા પહોચાડી તેમજ એમ.એમ ઝાલા લખેલ બાઈકમાં આવેલ બે અજાણ્યા માણસોએ ભાવેશભાઇને લાકડી તથા ઢીકા પાટુનો મુઢમાર માથાના ભાગે તથા શરીરે મારમારી તેમજ ફરીનો ટ્રકનો આગળનો કાચ લાકડાનો ધોકો મારી તોડી ફોડ કરી મોબાઇલ ધા કરી નુકશાની કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

