મોરબી નગરપાલીકાના પ્રમુખ પર પાલિકાના કામ કરાવવા 6 ટકા ક્મીશન લેતા હોવાનો વિડીયો સોશ્યલ મીડીયામાં ફરી રહ્યો છે. જેમાં પાલિકા પ્રમુખના પતિ કે કે પરમાર પર વોર્ડ 2 ના મહિલા સભ્યના પતિ અને ભાજપના જ કાર્યકર મનુભાઈ સેરેસા દ્વારા કામમાં 6 ટકા કમીશન લેવાનો આરોપ લગાવી રહ્યા હતા. જોકે પાલિકા પ્રમુખના પતિ કે કે પરમાર દ્વારા આં આક્ષેપ ફગાવી દીધા હતા, અને ત્યાંથી રવાના થઇ ગયા હતા. આ વિડીયો સોશ્યલ મીડિયામાં સામે આવ્યા બાદ જાણે કોંગ્રેસને સંજીવની મળી હોય તેમ પ્રજા પ્રશ્ને મુદે નિષ્ક્રિય કોંગ્રેસ ફરી સ્ક્ક્યા બની છે

આ બાબતે શહેર કોંગ્રેસ મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરુએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે ,મોરબી શહેરની પ્રજા ના ટેક્સના પેસાનો બેફામ ગેરઉપયોગ રોડ રસ્તા ના નબળા કામ, સ્પીડ બ્રેકર નાખવામાં બેદરકારી અને નગરપાલિકામાં તમામ વિભાગમાં પ્રમુખ પતિ પોતાનાની ટકા વળી રાખી બિલો પાસ કરે છે. તેવો આક્ષેપ ભાજપ ના વોર્ડ નંબર ૨ ના મહિલા સદસ્ય ના પતિ દ્વારા નગરપાલિકા ની ઓફિસ માં જ જાહેર માં મહિલા પ્રમુખના પતિ કે.કે. પરમારને તમે દરેક કામ માં ૬ ટકા જેવી રકમ લો છો તે બરાબર નથી તેવી જાહેરમાં બોલચાલ કરી ભાજપ શાસિત નગરપાલિકા અને ભાજપના સદસ્યની અસલિયત પ્રજા સામે મૂકી દીધેલ છે ત્યારે સરકાર ના અઘિકારી ઓ, એન્ટી કરપ્સંન એ આં બાબત તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવી જોય અને ભાજપ ના આગેવાનો એ આવા ભ્રષ્ટાચાર કરતા લોકો ના રાજીનામા લઈ લેવા જોય અને પ્રજા ના ટેક્સ ના પેસા નો ગેરઉપયોગ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગણી કરી હતી

