મોરબી શહેર દિન પ્રતિદિન વિકાસ પામતું શહેર છે અને અહી લોકોની માથાદીઠ આવક વધુ હોવાથી વાહનની સંખ્યા પણ વધી છે વાહનની સંખ્યા વધવાના કારણે પાર્કિંગ પ્રશ્ન વધ્ય છે તો રોડ સાંકડા હોવાથી લોકો વન વે ના ભંગ કરી શોટ કટ નીકળી જતા હોય છે તો ઘણા લોકો મોબાઈલ ફોનમાં વાત કરતા હોય છે અને ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે તો બહાના બતાવતા હોય છે જોકે તંત્ર દ્વારા ટ્રાફિક નિયમ ભંગ કરતા વાહન ચાલકો પર શકંજો કસવા સીસીટીવી કેમેરા થકી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે અને નિયમ તોડતા વાહન ચાલકને ઈ મેમો ફટકારવામાં આવે છે.
મોરબીમાં હાલ ઈ મેમો ભરવા એસપી કચેરી ખાતે આવેલ ટ્રાફિક બ્રાંચ સુધી ધક્કા થાય છે જોકે પોલીસ દ્વારા ઈ મેમો ભરવા છેક એસપી કચેરી સુધી ધક્કા ન થાય તે માટે શનાળા રોડ પર આવેલ પોલીસ ચોકી ના બીજા માળે પણ ઈ ચલણ રીકવરી સેન્ટર શરુ કરવામાં આવ્યું છે હવેથી લોકો પોતાનો ઈ મેમો શનાળા પોલીસ ચોકી ખાતે કાર્યરત રીકવરી સેન્ટર ખાતેથી પણ ભરી શકશે
મોરબી વાસીઓ જાતે જ ટ્રાફિક નિયમનનું પાલન કરે અને વને ભંગ, ઓવર સ્પીડ વાહન ચલાવવા,વાહન ચલાવતા સમયે મોબાઈલ ફોનમાં વાત કરવી કારમાં સીટ બેલ્ટ કે બાઈક હેલ્મેટ ન પહેરવાં સહીતના અલગ અલગ ગુના ન કરે તો આ શાખા સુધી ધક્કો કરવાની પણ જરૂર નહી પડે અને આર્થીક બોજ પણ નહી પડે જેથી લોકો સ્વૈચ્છિક ટ્રાફિક નિયમન અમલવારી કરે તે વધુ ઇચ્છનીય છે

