HomeNationalરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે દ્રૌપદી મૂર્મુની પસંદગી

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે દ્રૌપદી મૂર્મુની પસંદગી

NDAએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં દ્રૌપદી મુર્મુના નામ પર સહમતિ નક્કી થઈ હતી. દ્રૌપદી મુર્મુ મૂળ ઓડિશાના વતની છે, તે અગાઉ ઝારખંડના પ્રથમ મહિલા આદિવાસી રાજ્યપાલ રહી ચુક્યા છે. તેમની ઉંમર 64 વર્ષની છે. મુર્મુના નામનું એલાન કરતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, આ વખતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર માટે પાર્ટીના નેતાઓ વચ્ચે 20 નામો પર ચર્ચા થઈ હતી. પછી આદિવાસી મહિલાનું નામ નક્કી કરાયું છે.

કાર્યાલયમાં બેઠક: ભાજપના મુખ્યાલયમાં યોજાયેલી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવારના નામ પર ચર્ચા કરવામાં આવી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી અને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને સંસદીય બોર્ડના અન્ય સભ્યોએ પાર્ટી મુખ્યાલયમાં આયોજિત બેઠકમાં હાજરી આપી હતી.

નાયડુ સાથે મુલાકાત: ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે બીજેપી સંસદીય બોર્ડની મહત્વપૂર્ણ બેઠક પહેલા ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે એમ વેંકૈયા નાયડુ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર બનાવવા પર વિચાર કરી રહ્યા છે. જોકે અંતે દ્રૌપદી મુર્મુના નામની જાહેરાત થઈ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW