HomeGujaratCentral Gujaratહડતાળ પર ઉતરેલા તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ

હડતાળ પર ઉતરેલા તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ

અમદાવાદ સિવિલ હોસ્પિટલના હડતાળિયા તબીબોને નોટિસ ફટકારવામાં આવી છે. 24 કલાકમાં હોસ્ટેલ ખાલી કરવા નોટિસ અપાઈ છે. 900 જેટલા સિનિયર-જુનિયર તબીબોને હોસ્ટેલ ખાલી કરવા આદેશ કરાયો છે. હડતાળ પર ઉતરેલા તબીબોના કારણે દર્દીઓની 50% સર્જરીઓ રદ થઈ છે. તબીબોની છેલ્લાં કેટલાંક દિવસોની હડતાળના કારણે તંત્ર તરફથી લાલ આંખ કરવામાં આવી છે. 1 વર્ષના બોન્ડને સિનિયર રેસિડેન્સ તરીકે ગણવા તબીબો સતત માંગ કરી રહ્યાં છે.

1100 ડોક્ટર્સનો વિરોધ: અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંદાજિત 1100 જેટલા તબીબો હડતાળ પર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરતા દર્દીઓ હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. સરકાર અને તબીબોની લડાઈમાં મરો દર્દીઓનો થયો છે. કારણ કે એક તરફ સરકાર માંગણીઓ સ્વીકારવા તૈયાર નથી તો બીજી બાજુ તબીબો પણ પોતાની હડતાળ સમેટવા તૈયાર નથી.

વડોદરામાં પણ પડઘા: વડોદરાની સયાજી હોસ્પિટલમાં 6 દિવસથી હડતાળ પર ઉતરેલા જુનિયર અને ઈન્ટર્ન ડૉક્ટર વિરૂદ્ધ તબીબી શિક્ષણ અને સંશોધન વિભાગના અધિક નિયામકે મેડિકલ કૉલેજના ડીનને કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. જેને હડતાળ પર રહેલા તબીબો અને ઈન્ટર્ન ડૉક્ટર સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે તમામ હડતાળ કરતા તબીબોને તાત્કાલિક અસરથી હોસ્ટેલ ખાલી કરવાનો પણ આદેશ કર્યો હતો.

આ પગલાં લેવાશે: તાજેતરમાં જ બોન્ડ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પાટણમાં નિવેદન આપતા જણાવ્યું કે, ‘જુનિયર તબીબોની માંગણી અયોગ્ય છે. સરકાર જુનિયર તબીબોની માંગ સાથે સહમત નથી. જો હડતાળ નહીં સમેટાય તો તબીબો વિરૂદ્વ શિસ્તભંગની કાર્યવાહી કરીશું.’

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW