HomeGujaratમોરબી જિલ્લામાં આગોતરું વાવેતર ઘટ્યું,52,900 હેક્ટરમાં વાવણી ઘટી

મોરબી જિલ્લામાં આગોતરું વાવેતર ઘટ્યું,52,900 હેક્ટરમાં વાવણી ઘટી

રાજ્યના અનેક જિલ્લામાં ચોમાસુ વિધિવત બેસી ગયુ છે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતના તાલુકામાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર પણ શરૂ કરી દીધા છે પરંતુ આ વર્ષે મોરબી જિલ્લામાં જૂન મહિનાનો અંતિમ સપ્તાહ શરૂ થઈ ગયું હોવા છતાં હજુ સુધી વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો ચોમાસું પાકનું વાવેતર થઈ શક્યું નથી.

રાજ્યમાં ચોમાસુ વિધિવત બેસી ગયું છે અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થઈ જતા અનેક જિલ્લામાં ખેડૂતોએ વાવણી શરૂ થઈ ગઈ છે તો ઘણા ખેડૂતો વાવણીની તૈયારી કરી રહ્યા છે.જોકે મોરબી જિલ્લામાં હજુ વાવણી લાયક વરસાદ ન થતા ખેડૂતો મૂંઝાયા છે. આજ દિન સુધીમાં મોરબી જિલ્લામાં માત્ર જિલ્લામાં માત્ર 2 મીમીથી લઈ 18 મીમી જેટલો જ વરસાદ થયો છે.મોરબી જિલ્લામાં તાલુકા મુજબ જોઈએ તો મોરબીમાં 2 મીમી,માળિયા અને હળવદમાં 9-9મીમી વાંકાનેર 12 અને ટંકારામાં 18 મીમી વરસાદ નોંધાયો છે. જૂન મહિનાનો અંતિમ સપ્તાહ શરૂ થયો હોવા છતાં વાવણી લાયક વરસાદ થયો નથી. જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો વાવણી કરી શક્યા નથી. આ કારણસર ચોમાસુ પાકનું વાવેતર ધીમુ છે. હાલ જિલ્લામાં એવા ખેડૂતોએ જ વાવેતર કર્યું છે જેમને સિંચાઇની સગવડતા હોય અથવા જે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થઈ ચૂક્યો છે. મોરબી જિલ્લા 20 જૂન સુધીમાં માત્ર 1.13 લાખ હેકટર જ વાવેતર થઈ શક્યું છે ગત વર્ષે આજ સમય દરમિયાન 1.65 લાખ હેકટરમાં ચોમાસુ પાકનું વાવેતર થઇ ચૂક્યું હતુઁ.ગત વર્ષની સરખામણીમાં 52,900 હેકટરમાં વાવેતરની ઘટ્ટ જોવા મળી છે. પાક મુજબ જોઈએ તો મગફળી 20 જૂન 2021ની સ્થિતિએ 57,700 હેકટરમાં વાવેતર થયું હતું જે 2022 મુજબ 40,600 હેક્ટર વાવેતર થયું છે બીજી તરફ કપાસના વાવેતરની વાત કરીએ તો જૂન 2021માં 98,100 જૂન 2022માં 71,700 હેક્ટર શાકભાજીમાં 2021માં 1,100 હેક્ટર જયારે 2022 માત્ર 200 હેક્ટર વાવેતર થયું છે આજ રીતે ઘાસચારોની વાત કરીએ તો 2021માં 7400 હેક્ટર સામે 2022 માત્ર 700 હેક્ટર જ વાવેતર થયું છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW