HomeGujaratમાળિયા: નવી નવલખી નજીક દેશી બંધુક સાથે એક ઝડપાયો

માળિયા: નવી નવલખી નજીક દેશી બંધુક સાથે એક ઝડપાયો

મોરબી જિલ્લો ગેરકાયદે હથિયાર તસ્કરીનું ગઢ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે જીલ્લામાં હથીયાર લઈને ફરવાની ઘેલછા સતત વધી રહી છે જેના કારણે હથીયાર લાયન્સની અરજીઓ વધી છે તો કેટલાય એવા છે હથીયાર લાયસન્સ ન હોવા છતાં આડેધડ હથીયાર લઈને ફરતા હોય છે ત્યારે જીલ્લામાં જાણે પોલીસ આ હથીયાર તસ્કરી રોકવા એક મોટું ઓપરેશન કરવું પડે તેવી સ્થિતિ આવી ગઈ છે

મોરબી જીલ્લામાં સતત ગેરકાયદે હથીયાર ફરતા શખ્સને ઝડપી લીધા હતા,બનાવ અંગેની મળતી માહિતી મુજબ મોરબી એસઓજીની ટીમે અલગ અગલ દિશામાં તપાસ હાથ ધરી માળિયા તાલુકાના નવી નવલખી ગામમાં એક શખ્સ ગેરકાયદે હથિયાર સાથે ફરતા હોવાની બાતમી આધારે કાદર મામદભાઈ ઉર્ફે અબ્દુલ જામ નામના શખ્સને રૂ 3000ની કિમતના દેશ હાથ બનાવટના જામગરી બંધુક સાથે ઝડપી લીધો હતો આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ માળિયા મિયાણા પોલીસ મથકે ગુન્હો નોધાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી આરોપીએ હથિયાર કોની પાસેથી મેળવ્યું અને એક જ હથીયાર છે કે બીજા પણ આવા હથીયાર છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,350SubscribersSubscribe

TRENDING NOW