HomeNationalહવે ટામેટા મોંઘા, ભાવ હજુ વધવાના એંધાણ

હવે ટામેટા મોંઘા, ભાવ હજુ વધવાના એંધાણ

અત્યારે દેશમાં મોંઘવારી નો સમય ચાલી રહ્યો છે અને આજે ચીજવસ્તુઓના ભાવ આસમાને તરફ જઈ રહ્યા છે ત્યારે હવે ટામેટાનો ભાવ પણ આકાશ તરફ છે અને દેશના અનેક રાજ્યોમાં ટમેટાનો એક કિલોનો ભાવ રૂપિયા 100ને પાર થઈ ગયો છે.

બીજી બાજુ ફરિયાદો પણ ઉઠી રહી છે કે કેટલીક ચીજવસ્તુઓ નાં પેકેટના વજનમાં ઘટાડો કરી દેવામાં આવ્યું છે અને તેના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે અને ગ્રાહકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે. દિલ્હી સહિતના દેશના મોટાભાગના શહેરોમાં ટમેટાનો ભાવ અસહ્ય બની ગયો છે અને ગ્રાહક વર્ગમાં ભારે રાડ બોલી ગઈ છે અને ગરીબ માણસો માટે વધુ મુશ્કેલી ઊભી થઈ ગઈ છે.

કેન્દ્ર સરકારના ગ્રાહક મંત્રાલયની વેબસાઇટ પર તાજા આંકડા જારીકરવામાં આવ્યા છે અને જેમાં જણાવ્યું છે કે કેટલાક શહેરોમાં ટામેટાનો ભાવ સસ્તો છે અને મોટાભાગના શહેરોમાં તેના ભાવમાં ભયંકર વધારો કરી દેવામાં આવ્યો છે અને મંત્રાલય દ્વારા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજી બાજુ દેશના ગ્રાહક વર્ગને ડબલ માર લાગી રહ્યો છે કારણકે નમકીન ખાદ્યચીજોના પેકેટ નું વજન ઓછું કરી દેવામાં આવ્યું છે અને તેમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે અને આવા પેકેટનું વજન 15 ટકા જેટલું ઘટાડી દેવામાં આવ્યું છે. અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કાચા માલ માટે વધુ ભાવ ઉત્પાદકો દ્વારા ચૂકવવામાં આવી રહ્યો છે અને તેનો બોજો ગ્રાહકો પર નાખવામાં આવ્યો છે. મંત્રાલય દ્વારા આ તમામ ચીજોના ભાવ નિયંત્રણ પર નજર રાખવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW