HomeGujaratમોરબી: વેપારી પાસેથી 30 ટકા ચામડા તોડ વ્યાજ વસુલ્યા છતાં પઠાણી ઉઘરાણી...

મોરબી: વેપારી પાસેથી 30 ટકા ચામડા તોડ વ્યાજ વસુલ્યા છતાં પઠાણી ઉઘરાણી કરતા 5 શખ્સ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના કુબેરનગરમાં રહેતા અને સિરામિક ટ્રેડીંગનો વ્યસાય કરતા મયુર કાનજીભાઈ ભીમાણી નામના વેપારીએ નિર્મળ પીઠમલ બોરીચા પાસેથી રૂ 1 લાખ 30 ટકા વ્યાજે લીધા હતા જયારે જતીનભાઈ આહીર પાસેથી 2 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા અને તેના વ્યાજ પેટે ચુકવવાની રકમ સમયસર ચુકવવા છતાં વધુ વ્યાજ અને મુદલની માંગણી કરતા તેમજ લીધેલા રૂપિયા બેથી ત્રણ ગણા રૂપિયા ઉછીના લીધા છે તેવી પ્રોમિસનરી નોટ લખાવી લીધા હતા આ ઉપરાંત કાનાભાઈ આહીર અને અતુલભાઈ બોરીચા પાસેથી 1-1 લાખ લીધા હતા જેના વ્યાજ પેટે 1.50 લાખ બન્ને ચૂકવ્યા હોવા છતાં આરોપીઓ બાકીની રકમની પઠાણી ઉઘરાણી કરી હતી અને તેની પરિવારના સભ્યોને પણ મારી નાખવાની ધમકી આપતા તેઓ ઘરેથી કોઈને કહ્યા વિના નીકળી ગયા હતા જે બાદ તેઓએ તમામ વ્યાજખોર નિર્મળ પીઠમલ બોરીચા,પ્રકાશ પીઠમલ બોરીચા,કાનજી ઉર્ફે કાનો વીરડા બોરીચા અતુલ બાળા બોરીચા તેમજ જતીન આહીર વિરુદ્ધ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોધાવી હતી બનાવ અંગે એ ડીવીઝન પોલીસે ગુન્હો નોધી 4 આરોપીઓને ઝડપી લીધા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW