મોરબી હળવદ રોડ સિરામીક ઝોન મા છેલ્લા ૧૨ કલાક થી વધુ સમયથી પાવર કટ ઝીકાયો છે. પીજીવીસીએલે અગાઉ પ્રિ મોન્સુન મેઇન્ટેન્સ પણ થયુ હતુ.છતાં સિરામીક યુનિટો ૨૪ કલાક કન્ટીન્યુ પ્રો યુનિટ છે જેમા પાવરકટ પોષાય જ નહી ત્યારે આ સમયમા ડીઝલ જનરેટર મા પણ ઉધોગોની કમર તોડી નાંખે તેટલો ખર્ચો ચડતો હોય છે ત્યારે માંડલ રોડ , માટેલ રોડ , પીપળી રોડ ઉપર આ પીડા દર વખતે હોય છે અને બેદરકાર અધિકારીઓ પોતાની મનમાની કરીને બેફીકરથી જવાબ આપતા હોવાનો ઉધોગકારોનો આક્ષેપ છે અને તેના કારણે ઉધોગો ને મોટી નુકશાની નો ભોગ બનવુ પડે છે ત્યારે આ અધિકારીઓ દરવખતે સ્ટાફ ઓછા હોવાના બ્હાના કાઢીને જવાબ આપી દે છે ત્યારે હેરાન પરેશાન ઉધોગોને થવુ પડે છે ત્યારે મોરબી સિરામીક ઉધોગો મા થી કરોડો ની કમાણી કરતા પીજીવીસીએલ દ્વારા મોરબી મા સ્ટાફ ની અછત કેમ રાખવામા આવે છે કે પછી અધિકારીઓ આરામ કરવામા વ્યસ્ત છે તે પણ એક મોટો પ્રશ્ન છે .
ત્યારે મોરબી ઔધોગીક ઝોન છે અને ૮૦% થી વધુ યુનિટો કન્ટીન્યુ પ્રોશેસ કરતી ફેકટરીઓ છે અને પીજીવીસીએલ એ પણ સારી એવી કમાણી કરાવે છે ત્યારે મોરબીના ઉધોગો ના પાવર પ્રશ્ને સરકાર દ્વારા આ અધિકારીઓ નો કાન આમળવાનો સમય આવી ગયો છે તેવુ ઉધોગકારો મા ચર્ચાઇ રહ્યુ છે .

