પ્રી મોનસુન એક્ટિવિટીના કારણે છેલ્લા 48 કલાક થી મોરબી જિલ્લામાં આકરો બફારો થઈ રહ્યો હતો. રવિવારે આખો દિવસ આકરી ગરમીનો અનુભવ કરાવ્યા બાદ સાંજના સમયે વાતાવરણ પલટો આવ્યો હતો.

મોરબી,વાંકાનેર,ટંકારા, હળવદમાં મેઘરાજાની ધમાકદાર એન્ટ્રી થઈ હતી.મોરબી ટંકારા અને વાંકાનેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસી ગયો હતો મોરબીનારાજપર,લાખધીરપુર, ઘુટૂ,શનાળા ખાનપર ટંકારાના વીરપર,સજનપર,તેમજઆસપાસના ગામ વાંકાનેરના ધૂવા,જળેશ્વર સહિતના અનેક ગામમાં નેવા શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતા તો મોરબી શહેરમાં ગાજવીજ સાથે માત્ર રસ્તા ભીના થાય તેવા હળવા છાંટા પડ્યા હતા.
મોરબી જિલ્લામાં લાંબા સમયથી આકરી ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહેલા જિલ્લાવાસીઓની આતુરતાનો અંત આવી ગયો હતો.વરસાદને પગલે ઠંડક પ્રસરી ગઈ હતી જેના પગલેઅને આકરી ગરમીથી રાહત મળી હતી.

