મોરબી જિલ્લામાં ચોમાસાનો પ્રથમ વરસાદ એક તરફ ધરતીપુત્રો અને જિલ્લા વાસીઓ માટે ખુશીની લહેર લઈને આવ્યો હતો તો બીજી તરફ કેટલાક લોકો માટે કાળ બનીને આવ્યો હોય તેવુ લાગી રહ્યું છે. મોરબીના ઝીકિયારીમાં વીજળી પડવાથી એક મહિલાના મોતની ઘટના બની હતી હજુ આ ઓછું હોય તેમ હળવદ તાલુકાન સુંદરી ભવાની ગામમાં એક દીવાલ ધારાશાહી થવાની ઘટના બની હતી. બનાવમાંવાઘજીભાઈ દેગામા,શેલાભાઈ દેગામા નામના બે સગાભાઈ અને રાજુબેન દેગામા નામની એક મહિલાનું મોત થયું હતું.ઘટના બાદ મૃતકને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વધુ હોવાથી બન્ને ભાઈ અને મહિલા દિવાલના ટેકે ઉભા હતા અને તે દરમિયાન બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું.
હળવદના સુંદરી ભવાનીમાં દીવાલ ધરાશાહી થતા મહિલા સહીત 3 મોત
RELATED ARTICLES

