HomeGujaratશેર માર્કેટમાં છેલ્લા દિવસે શેર ગગડયા, આ કંપનીમાં થયો કડાકો

શેર માર્કેટમાં છેલ્લા દિવસે શેર ગગડયા, આ કંપનીમાં થયો કડાકો

અમેરિકી વોલસ્ટ્રીટ સહિત વિશ્વભરના શેરબજારોમાં ગાબડા પડ્યા હોવાના કારણે ભારતીય માર્કેટમાં શરુઆત ગેપડાઉન રહી હતી. વિદેશી સંસ્થાઓની વેચવાલી કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયાની નબળાઈ, મોંઘવારી વધવાના એંધાણ, વિશ્વસ્તરે આર્થિક મંદીના ભણકારા જેવા કારણોથી માનસ નબળુ જ બની રહ્યું હતું.

શેર ગગડયા: જેને પરિણામે મોટાભાગના શેરો નીચે સરકવા રહ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેટીવ ઇન્ડેક્સ 750 પોઇન્ટના કડાકાથી 54575 સાંપડ્યો હતો જે ઉંચામાં 54780 તથા નીચામાં 54551 હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 205 પોઇન્ટ ગબડીને 16276 હતો.

મોટો ઘટાડો: વિપ્રો, બજાજ ફાયનાન્સ, ટિસ્કો, હિન્દાલકો, રિલાયન્સ, બજાજ ફીન સર્વિસ, ભારતી એરટેલ, એચડીએફસી, હિન્દ લીવર, આઈસીઆઈસીઆઈ બેન્ક,ઇન્ફોસીસ, કોટક બેન્ક, લાર્સન, નેસ્લે, સ્ટેટ બેંક, ટીસીએસ વગેરેમાં ગાબડા પડ્યા હતા. કરન્સી માર્કેટમાં અમેરિકી ડોલર સામે ભારતીય રુપિયો વધુ દબાયો હતો અને પ્રારંભિક કામકાજમાં 77.82 સાંપડ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW