HomeGujaratમાળિયા:વર્ષોથી પ્રાથમીક સુવિધાઓથી ઝંખતા માળિયા શહેરના લોકોએ પાડ્યો બંધ,સમગ્ર શહેર સજ્જડ બંધ

માળિયા:વર્ષોથી પ્રાથમીક સુવિધાઓથી ઝંખતા માળિયા શહેરના લોકોએ પાડ્યો બંધ,સમગ્ર શહેર સજ્જડ બંધ

એક તરફ કેન્દ્રમાં મોદી સરકારના શાસનના 8 વર્ષ પૂર્ણ થતા દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોને આ 8 વર્ષમાં તમામ સુવિધાઓ આપી સુશાસન આપવાના દાવા કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લામાં આવતી અને અંદાજીત 20 હજાર જેટલી વસ્તી ધરાવતી માળિયા મિયાણા શહેરની પરીસ્થીતી સાવ વિપરીત છે.

ગ્રામ પંચાયત વિસ્તાર કરતા પણ સાવ દયનીય સ્થિતિમાં હોય તો તે છે મોરબી જીલ્લાની માળિયા મિયાણા નગરપાલિકા જાહેર થયાના 17 વર્ષથી જેટલો સમય વીતી ગયો હોવા છતાં અહી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અહી લોકોને લાઈટ પાણી રોડ રસ્તા સફાઈ સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ આજ દિન સુધી તંત્ર પૂરું પાડી શક્યું નથી.મોરબી શહેરમાં જયારે પણ ભારે વરસાદ થાય અને મચ્છુ 2 અને 3 ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે આ વિસ્તારમાં જળ બંબાકાર સર્જાઈ છે અહીની તાલુકા પંચાયત મામલતદાર કચેરી સહિતની અનેક કચેરી પાણીમાં ગરકાવ થઈ જાય છે જેના કારણે અનેક અગત્યના દસ્તાવેજને નુકશાન થાય છે અહી લોકો વર્ષોથી પ્રાથમિક સુવિધા માટે રાહ જોઈ રહ્યા છે

ત્યારે હવે જાણે સ્થાનિક લોકોએ તંત્રને પોતાની વાત સંભાળવવા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું મન બનાવી લીધું હોય તેમ લાગી રહ્યું છે અને આ ઉદેશથી માળિયાના એક સામાજિક કાર્યકર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઉપવાસ આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને હાલ તેમાં ગ્રામજનો જોડાઈ રહ્યા છે ત્યારે બુધવાર ના રોજ માળિયા મિયાણા બંધ કરવાનું એલાન આપવામાં આવ્યું હતું અને તેના ભાગરૂપે આજે સમગ્ર માળિયા શહેર સવારથી જ બંધમાં જોડાયા હતા અને આંખા માળિયા મિયાણા શહેરના લોકોએ સ્વૈચ્છિક બંધ પાડ્યો હતો અને શહેરવાસીઓએ લાઈટ પાણી રોડ ભૂગર્ભ સફાઈ સહિતની તમામ પ્રાથમિક સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગણી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW